Gujarati Bhajan swaminarayan bhajan

Mare Mandire Padharo Mava Re

Jai swaminarayan, Bhagvan swaminarayan, baps
Written by The Great Gujju
મારે મંદિરે પધારો માવા રે  ( 2 )   

 

મેં તો ખાંતે ઢાળી વ્હાલા ખાટલડી
ઊભી જોઉ છું તારી વાટલડી  
મારે મંદિરે પધારો….   

 

મારું તન મન ધન એક સાથે
હું તો મોહન વારું લઈ તમ માથે  
મારે મંદિરે પધારો….   

 

મારે ભવના ફેરા નથી ફરવા
મેં તો તનડું ધર્યું છે તમને વરવા  
મારે મંદિરે પધારો….   

 

હઠ મેલોને કુંવર હઠીલા
બ્રહ્માનંદના નાથ રંગીલા રે  
મારે મંદિરે પધારો….   

 

About the author

The Great Gujju

Leave a Comment