Gujarati Bhajan swaminarayan bhajan

Kode Anand Gher Shriji Padharya

BAPS, swaminarayan, swami, pramukh swami
Written by The Great Gujju
કોડે આનંદ ઘેર શ્રીજી પધાર્યા
આવી મારા તનડા કેરા તાપ 
નિવાર્યા સજની કોડે
કોડે આનંદ ઘેર શ્રીજી…..   

 

હરખે શું ઊઠી હું તો સન્મુખ ચાલી
તેડી બેસાર્યા મેં તો બાંહ્યલડી ઝાલી
હરિને નીરખીને હું તો થઈ રહી 
અનુરાગી સજની  
કોડે આનંદ ઘેર શ્રીજી…..   

 

હરિને જમાડ્યા મેં તો હાથે સાહેલી
કુળની મરજાદા પણ મેં કોરે લઈ મેલી
હરિ ને જમાડી હું તો થઈ રહી 
છું ઘેલી સજની  
કોડે આનંદ ઘેર શ્રીજી…..   

 

ઊંચી અગાશી મારી નૌતમ મેડી
ઊંચે આવાસે મુજને એકાંતે તેડી
હૈડાની રાડ્યો મેં તો હરિ 
આગળ રેલી સજની  
કોડે આનંદ ઘેર શ્રીજી…..   

 

વણ તેડ્યા વહેલા મારે મંદિર આવે
મન કોડે મોહન મીઠી વેણું વજાવે
હેત કરીને મુજને હસીને 
બોલાવે સજની  
કોડે આનંદ ઘેર શ્રીજી…..   

 

રંગના રંગીલા મુજને રંગ લાગ્યો તારો
કેડ્યે ફરે છે જીવનપ્રાણ અમારો
મુક્તાનંદ કહે છે મારો જન્મ 
સુધાર્યો સજની  
કોડે આનંદ ઘેર શ્રીજી…..   

Kode Anand Gher 
Shriji Padharya
Avi Mara Tanda Kera 
Tap Nivarya Sajni  
Kode Anand Gher…..   

 

Harakhe Shu Uthi Hu 
To Sanmukh Chali 
Tedi Besarya Me 
To Bahyaldi Jhali  
Harine Nirakhine Hu To 
Thai Rahi Anuragi Sajni  
Kode Anand Gher…..   

 

Harine Jamadya Me 
To Hathe Saheli 
Kulni Marjada Pan 
Me Kore Lai Meli 
Harine Jamadi Hu To Thai 
Rahi Chhu Gheli Sajni  
Kode Anand Gher…..   

 

Unchi Agashi Mari 
Nautam Medi 
Unche Avase Mujne 
Ekante Tedi 
Haidani Radyo Me To 
Hari Agal Reli Sajni  
Kode Anand Gher…..   

 

Van Tedya Vahela Mare 
Mandir Ave 
Man Kode Mohan Mithi 
Venu Vajave 
Het Karine Mujne Hasine 
Bolave Sajni  
Kode Anand Gher…..   

 

Rangna Rangila Mujne 
Rang Lagyo Taro
Kedye Fare Chhe 
Jivanpran Amaro 
Muktanand Kahe Chhe Maro 
Janma Sudharyo Sajni  
Kode Anand Gher…..   

About the author

The Great Gujju

Leave a Comment