Gujarati Bhajan swaminarayan bhajan

Aaj Shriji Maharaj  Bhale Aviya Re

Swaminarayan, baps, Ghanshyam mahraj, shriji swami
Written by The Great Gujju
આજ શ્રીજી મહારાજ ભલે આવિયા રે
સાથે મુક્તો ની મંડળી ને લાવિયા રે  
આજ શ્રીજી મહારાજ…..   

 

ભલા ભક્તો નાં મનમાં ભાવિયા રે
મેં તો મોંઘે મોંઘે મોતીડે વધાવિયા રે  
આજ શ્રીજી મહારાજ…..   

 

મેં તો રસ્તા ને સ્વચ્છ કરાવિયા રે
મેં તો ચોક માં તે ચંપા રોપાવિયા રે  
આજ શ્રીજી મહારાજ…..   

 

મેં તો ચંદન થી ઓરડા લીંપાવિયા રે
તેને લીલા પીળા રંગ થી રંગાવિયા રે  
આજ શ્રીજી મહારાજ…..   

 

મેં તો ગાદી ને તકિયા બિછાવિયા રે
મારા પ્રભુજી ને પ્રીતે પધરાવિયા રે  
આજ શ્રીજી મહારાજ…..   

 

હીરા મોતી ના હાર ગૂંથાવિયા રે
મારા વા’લાજી ને કંઠે પહેરાવિયા રે  
આજ શ્રીજી મહારાજ…..   

 

વા’લે અમૃત ના મેઘ વરસાવિયા રે
પેલા દુરિજન ને દીલમાં દઝાવિયા રે  
આજ શ્રીજી મહારાજ…..   

 

હરિ ભક્ત નારાયણદાસ ગાય છે રે
મારા વા’લાજીને વારણે જાય છે રે  
આજ શ્રીજી મહારાજ…..   

Aaj Shriji Maharaj 
Bhale Aviya Re
Sathe Muktoni Mandaline 
Laviya Re  
Aaj Shriji Maharaj…..   

 

Bhala Bhaktona 
Manma Bhaviya Re
Me To Monghe Monghe 
Motide Vadhaviya Re  
Aaj Shriji Maharaj…..   

 

Me To Rastane Svachchh 
Karaviya Re
Me To Chokma Te Champa 
Ropaviya Re  
Aaj Shriji Maharaj…..   

 

Me To Chandanthi 
Orda Lipaviya Re
Tene Lila Pila Rangthi 
Rangaviya Re  
Aaj Shriji Maharaj…..   

 

Me To Gadi Ne Takiya 
Bichhaviya Re
Mara Prabhujine Prite 
Padhraviya Re  
Aaj Shriji Maharaj…..   

 

Hira Motina Har 
Gunthaviya Re
Mara Vahlajine Kanthe 
Paheraviya Re  
Aaj Shriji Maharaj…..   

 

Vahle Amrutna Megh 
Varsaviya Re
Pela Durijanne Dilma 
Dajhaviya Re  
Aaj Shriji Maharaj…..   

 

Haribhakta Narayandas 
Gay Chhe Re
Mara Vahlajine Varane 
Jay Chhe Re  
Aaj Shriji Maharaj…..  

About the author

The Great Gujju

Leave a Comment