Lagan Geet

Kanku Chhati Kankotari Mokali

Written by The Great Gujju
કંકુ છાટી કંકોતરી મોકલો 
એમાં લખિયું લાડકડી નું નામ રે 
માણેક થંભ રોપિયો  
કેસર છાટી કંકોતરી મોકલી 
એમાં લખિયું લાડકડા નું નામ રે 
માણેક થંભ રોપિયો  
કંકુ છાટી કંકોતરી…..    

 

દાદા આવ્યા ને લાવ્યા વધામણા  
માવલડી ના ચમકંતા ચીર 
માણેક થંભ રોપિયો  
કંકુ છાટી કંકોતરી…..    

 

પહેલી કંકોતરી કાકા ઘેર મોકલી 
કાકા હોંશે ભત્રિજી પરણાવો રે 
માણેક થંભ રોપિયો  
કંકુ છાટી કંકોતરી…..   

 

બીજી કંકોતરી મામા ઘેર મોકલી 
મામા હોંશે મોસાળુ લઈ આવો રે 
માણેકથંભ રોપિયો 
કંકુ છાટી કંકોતરી…..   

 

About the author

The Great Gujju

Leave a Comment