Ganga Sati Bhajan Gujarati Bhajan Prachin Gujrati Bhajan sant vani

Jugati Tame Jani Lejo Panbai…

shyam, morari giridhar, dwarika dhish, ranchhod rai
Written by The Great Gujju
જુગતી તમે જાણી લેજો પાનબાઈ  
મેળવો વચનનો એક તાર  ( 2 )  
વચન રૂપી દોર માં સુરતા ને બાંધો  
ત્યારે મટી જશે જમનો માર રે   

 

જુગતી જાણ્યા વિના ભગતી નૈ શોભે  
મરજાદ લોપાઈ ભલે જાય  
ધરમ અનાદિયો જુગતીથી ખેલો  
જુગતી થી અલખ તો જણાય  
જુગતી જુગતી તમે જાણી…..   

 

જુગતી થી સેજે ગુરુપદ જડે પાનબાઈ  
જુગતી થી તાર જોને બંધાય  
જુગતી થી ત્રણ ગુણ નડે નહીં   
જુગતી જાણે તો પર પોંચી જાય  
જુગતી જુગતી તમે જાણી…..   

 

જુગતી જાણી તેને અટકાવનાર નવ મળે  
તે તો હરિ જેવા બની રે સદા  
ગંગા રે સતી એમ બોલિયાં રે  
તને તો નમે જગતમાં બધા  
જુગતી જુગતી તમે જાણી…..  

 

About the author

The Great Gujju

Leave a Comment