Gujarati Bhajan Prachin Gujrati Bhajan

Bhaduti Banglo Kone Re Banavyo

bhaduti banglo. gujrati bhajan, hemnt chahuhan, kirtidan, hari bharvad
Written by The Great Gujju
આ બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ
ભાડૂતી બંગલો કોણે રે બનાવ્યો  

 

લોઢું નથી કાંઈ લાકડું નથી
એમાં નથી ખીલા નથી ખીલીઓ મારા ભાઈ
ભાડૂતી બંગલો…….  

 

ઈંટો નથી કાંઈ ચૂનો રે નથી 
નથી સિમેન્ટ નથી રેતી મારા ભાઈ
ભાડૂતી બંગલો…….  

 

આ રે બંગલામાં દસ દસ દરવાજા
નવસો નવાણું એમાં બારી મારા ભાઈ
ભાડૂતી બંગલો…….  

 

કડિયા-કારીગરની કારીગરી નથી એમાં
પાણીની બનાવી હવેલી મારા ભાઈ… 
ભાડૂતી બંગલો…….  

 

બંગલો બનાવી માંહી જીવાભાઈ પધરાવ્યા 
નથી દેવું પડતું ભાડું મારા ભાઈ… 
ભાડૂતી બંગલો…….  

 

નટવર શેઠની નોટિસો રે આવી 
અમારે ચોપડે નથી નામું મારા ભાઈ… 
ભાડૂતી બંગલો…….  

 

ઊઠો જીવાભાઈ જમડા રે આવ્યા 
આ રે બંગલો કરો ખાલી મારા ભાઈ… 
ભાડૂતી બંગલો…….  

 

 પાછું વાળી શું જુઓ છો જીવાભાઈ 
ખૂટી ગયાં અન્ન-જળ-પાણી મારા ભાઈ… 
ભાડૂતી બંગલો…….  

 

Aa Bnagla No Bandh Naro Kevo Mara Bhai
Bhaduti Banglo Kone Re Banavyo  

 

Lotthu Nathi Kai Lakdu Re Nathi
Nathi Khili Nathi Khilo Mara Bhai
Bhaduti Banglo……..  

 

Into Nathi Kai Chuno Re Nathi
Nathi Ciment Nathi Reti Mara Bhai
Bhaduti Banglo……..  

 

E Re Bangla Ma Das Darvaja  
Navso Navanu Ema Bari Mara Bhai  
Bhaduti Banglo……..   

 

Kadiya Karigar Ni Karigari Nathi 
Pani Ma Banavi Haveli Mara Bhai  
Bhaduti Banglo……..   

 

Banglo Banavi Ema Jiva Bhai Padhravya  
Nathi Devu Padtu Bhadu Mara Bhai  
Bhaduti Banglo……..   

 

Natvar Sheth Ni Notiso Aavi  
Aamare Chopde Nathi Namu Mara Bhai  
Bhaduti Banglo……..   

 

Uttho Jiva Bhai Jamda Re Aavya  
Aa Re Banglo Karo Khali Mara Bhai  
Bhaduti Banglo……..  

 

Pacchu Vadi Shu Juvo Chho Jiva Bhai  
Khuti Gaya Ann – Jad – Pani Mara Bhai  
Bhaduti Banglo……..  

 

About the author

The Great Gujju

Leave a Comment