Gujarati Bhajan Prachin Gujrati Bhajan sant vani Shree Krishna Bhajan

Seva Mari Mani Lejo, Swami Re Sundhada Re

Ganpati bhajan, gujrati bhajan, kirtan, lookgeet
Written by The Great Gujju
સેવા મારી માની લેજો‚ 
સ્વામી રે સૂંઢાળા રે‚ ગુણપતિ દેવા રે  ( 2 )
પૂજા મારી માની લેજો‚ 
સ્વામી રે સૂંઢાળા રે‚ ગુણપતિ દેવા રે.  

 

ખોલો મારા રૂદિયાનાં તાળા‚ 
તોડો મારા કબુદ્ધિનાં ઝાળાં રે જી. 
જળ રે ચડાવું દેવા 
જળ નથી ચોક્ખાં રે‚ હો જી. 
ઈ જળ ઓલી માછલી એ અભડાવ્યાં રે. 
સેવા મારી માની લેજો.  

 

ફુલડાં રે ચડાવું દેવા 
ફુલ નથી ચોક્ખાં રે‚ હો જી.   
ઈ ફુલ ઓલ્યે ભમરલે અભડાવ્યાં રે.   
સેવા મારી માની લેજો.  

 

દૂધ રે ચડાવું દેવા   
દૂધ નથી ચોક્ખાં રે‚ હો જી. 
ઈ દૂધ ઓલ્યાં વાછરડે અભડાવ્યાં રે 
સેવા મારી માની લેજો.  

 

ચંદન ચડાવું દેવા 
ચંદન નથી ચોક્ખાં રે‚ હો જી. 
ઈ ચંદન ઓલ્યા ભોરીંગે અભડાવ્યાં રે. 
સેવા મારી માની લેજો.  

 

ભોજન ચડાવું દાતા 
ભોજન નથી રે ચોક્ખાં રે‚ હો જી. 
ઈ ભોજન ઓલી માખીએ અભડાવ્યાં રે. 
સેવા મારી માની લેજો,  

 

મછંદરનો ચેલો જતિ ગોરખ બોલ્યા રે‚ હો જી. 
આ પદ ખોજે‚ સોઈ નર પાયા રે… 
સેવા મારી માની લેજો.  

 

 

Seva Mari Mani Le Jo,  
Swami Re Sundhada Re, Gunpati Deva Re.  ( 2 )  
Puja Mari Mani Le Jo,  
Swami Re Sundhada Re, Ganpati Deva Re.  

 

Kholo Mara Rudhiya Na Tada  
Todo Mara Kabuddhi Na Zada Re Ji.  
Jad Re Chadavu Deva  
Jad Nathi Chokha Re, Ho Ji  
E Jad Oli Machhli E Abhdavyo Re  
Seva Mari Mani Lejo.   

 

Foolda Re Chadavu Deva  
Fool Nathi Chokha Re Ho Ji  
E Fool Olye Bhamarel Abhdavyo Re  
Seva Mari Mani Le Jo   

 

Dudh Re Chadavu Deva  
Dudh Nathi Chokkha Re, Ho Ji  
E Dudh Olya Vachharde Abhdavya Re  
Seva Mari Mani Le Jo.  

 

Chandan Chadavu Deva  
Chandan Nathi Chokkha Re, Ho Ji 
E Chandan Olya Bhoringe Abhdavya Re 
Seva Mari Mani Le Jo  

 

Bhojan Chadavu Data 
Bhojan Nathi Re Chokkha Re, Ho Ji 
E Bhojan Oli Makhie Abhdavya Re 
Seva Mari Mani Le Jo.  

 

Machhdar No Chelo Jati 
Gorakh Bolyo Re, Ho Ji 
Aa Pad Khoje Soi Nar Paya Re 
Seva Mari Mani Le Jo.  

 

About the author

The Great Gujju

Leave a Comment