Gujarati Bhajan Gujrati Look Sangeet Prachin Gujrati Bhajan Zaverchand Meghani

Mor Bani Thanghat Kare

gujrati bhajan, look geet, zaverchand meghani, bhajan sandhya
Written by The Great Gujju
દુહો :- કોટે મોર ટહુકીયા, 
અને વાદળ ચમકી વીજ  
મારા રૂદા ને આજ સોરઠ સાંભળ્યો, 
અને આવી આશાઢી બીજ  

 

મન મોર બની થનગાટ કરે  
મન મોર બની થનગાટ કરે  ( 4 )  

 

ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને – ગગને 
ગરજાટ ભરે ગુમરી – ગુમરી ગરજાટ ભરે. 
નવે ધાન ભરી સારી સીમ ઝૂલે, 
નદીયું નવજોબન ભાન ભૂલે, 
નવ દીન કપોતની પાંખ ખૂલે. 
મધરા – મધરા મલકાઈને મેડક 
મેહસું નેહસું બાત કરે. ગગને ગગને 
ગુમરાઈને પાગલ મેઘઘટા ગરજાટ ભરે.  
મારું મન મોર બની થનગાટ કરે  

 

નવમેઘ તણે નીલ આંજણીએ 
મારાં ઘેઘૂર નેન ઝગાટ કરે 
મારાં લોચનમાં મદઘેન ભરે. 
વન-છાંય તળે હરિયાળી પરે 
મારો આતમ લ્હેર-બિછાત કરે 
સચરાચર શ્યામલ ભાત ધરે. 
મારો પ્રાણ કરી પુલકાટ ગયો 
પથરાઈ સારી વનરાઈ પરે, 
ઓ રે! મેઘ આષાઢીલો આજ મારે 
દોય નેન નીલાંજન-ઘેન ભરે. 
મારું મન મોર બની થનગાટ કરે   

 

ઓલી કોણ કરી લટ મોકળીયું 
ખડી આભ-મહોલ અટારી પરે 
ઊંચી મેઘ-મહોલ અટારી પરે! 
અને ચાકમચૂર બે ઉર પરે પચરંગીન બાદલ 
પાલવડે કરી આડશ કોણ ઊભેલ અરે! 
ઓલી વીજ કેરે અંજવાસ 
નવેસર રાસ લેવા અંકલાશ ચડે, 
ઓલી કોણ પયોધર સંઘરતી 
વિખરેલ લટે ખડી મે’લ પરે!   
મારું મન મોર બની થનગાટ કરે  

 

નદી-તીર કેરાં કૂણાં ઘાસ પરે 
પનિહાર એ કોણ વિચાર કરે, 
પટકૂળ નવે પાણી-ઘાટ પરે! 
એની સૂનમાં મીટ સમાઈ રહી, 
એની ગાગર નીર તણાઈ રહી, 
એને ઘેર જવા દરકાર નહીં. 
મુખ માલતીફૂલની કૂંપળ ચાવતી 
કોણ બીજા કેરું ધ્યાન ધરે! 
પનિહાર નવે શણગાર નદી કેરે 
તીર ગંભીર વિચાર કરે   

 

ઓલી કોણ હિંડોળ ચગાવત 
એકલ ફૂલ બકુલની ડાળ પરે, 
ચકચૂર બની ફૂલ-ડાળ પરે! 
વિખરેલ અંબોડાના વાળ ઝૂલે, 
દિયે દેહ-નીંડોળ ને ડાળ હલે, 
શિર ઉપર ફૂલ-ઝકોળ ઝરે. 
એની ઘાયલ દેહના છાયલ-છેડલા 
આભ ઊડી ફરકાટ કરે, 
ઓલી કોણ ફંગોળ લગાવત   

 

એકલ ફૂલ-બકુલની ડાળ પરે! 
તમરાંને સ્વરે કાળી રાત ધ્રૂજે, 
નવ બાદલને ઉર આગ બૂઝે, 
નદીપૂર જાણે વનરાજ ગ્રુંજે. 
હડૂડાટ કરી, સારી સીમ ભરી, 
સરિતા અડી ગામની દેવડીએ, 
ઘનઘોર ઝરે ચઁહુ ઑર, 
મારું મન મોર બની થનગાટ કરે    

Mor bani thanghat kare  
Mann mor bani thanghat kare ( 4 )   

 

Ghanghor jhare chahu ore maaru mann  
Mor bani thangaat kare  
Mann mor bani thangat kare  
Mann mor bani thangat kare  
Maaru mann mor bani thanghat kare  
Mann mor bani thanghat kare  
Mor bani thanghat kare  
Mann mor bani thanghat kare   

 

Gharr gharr gharrar meghghata  
Gagane gagane garjaat kare  
Ghumri ghumri garjaat bhare  
Navedhaan bhari saari sim jhule  
Nadiyu navjoban bhaan bhule  
Nav din kapotani paak khule   
Maghara maghara malkaine medak  
Neh su neh su baat karein  
Gagane gagane ghumarai ne paagal  
Meghghata garjaat bhare  
Mann mor bani thangat kare  
Mann mor bani thangat kare  
Mann mor bani thangat kare…   

 

Nav megh tane neel aanjaniye  
Maara ghegur nain jhagaat kare  
Maara lochan ma madghen bhare  
Parchhayi tade hariyaadi bani  
Maaro aatam nain bichaat kare  
Sachrachar shyamal baath dhare  
Mhaaro praan kari pulkaat gayo  
Pathraai saari vanraai pare  
Olo megh ashadhilo aaj maara  
Doy nene nilanjan ghen bhare   
Mann mor bani thangaat kare…   

About the author

The Great Gujju

Leave a Comment