Gujarati Bhajan Shree Krishna Bhajan swaminarayan bhajan

Shree Harina Pado

swami na pado, swaminarayan bhajan, kirtan
Written by The Great Gujju
અક્ષરનાથ આવો મારે ઓરડે,
તમ સાથે રે વાધ્યો પુરણ પ્યાર – ( ટેક )  

 

મેં તો શેરી વળાવીને સજ્જ કરી, 
શેરડીએ રે વેર્યા ફૂલ અપાર  –  ૧   
મેં તો મોતીડે ચોક પુરાવિયા, 
પ્રેમ બાંધ્યો રે તરિયા તોરણ દ્વાર – ૨  

 

મેં તો જુગતેથી તમને જમાડવા, 
ભાવે ભોજન રે કીધા વિવિધ પ્રકાર – ૩ 
મેં તો પલંગ બીછાવ્યો પ્રીત શું, 
વેગે સજીયા રે સોળે શણગાર   – ૪  

 

હું તો ચાતક સરખી થઇ રહી, 
તમ કારણે રે પ્યારા પ્રાણ આધાર  – ૫  
મારે તમ સંગ પુરણ પ્રીતડી, 
તેણે વિખ સમ રે થયો સર્વે સંસાર  – ૬   

 

મુક્તાનંદના શ્યામ સુજાણ છો, 
હવે શું કહું રે ઘણું વારંવાર  – ૭  

 

shree swaminarayan, swaminarayan bhajan, shree hari bhajan

જય શ્રી સ્વામીનારાયણ

 

Aksharnath Aavo Mare Oarde,
Tam Sathe Re Vadhyo Puran Piyar  –  ( tek )  

 

Me To Sheri Vadavine Sajaj Kari,
Sherdiye Re Verya Ful Apar  – 1
Me To Motide Chok Puravya,
Preme Bandhya Re Tariya Toran Dhware – 2  

 

Me To Jugte Thi Tamne Jamadva,
Bhave Bhojan Re Kidha Vividh Prakar  – 3
Me To Palang Bichhavyo Prit Su,
Vege  Sajiya Re Sode Shangar  – 4  

 

Hu To Chatak Sarkhi Thi Rahi,
Tam Karne Re Piyara Pran Aadhar  – 5
Mare Tam Sang Puran Pitdi,
Tene Veekh Sam Re Thayo Sarve Sansar  – 6  

 

Muktanad Na Shyam Sujan Chho,
Have Shu Kahu Re Ghanu Varamvar  – 7  

 

 

About the author

The Great Gujju

Leave a Comment