Aditi's Kitchen

ભૂલી જાવ ખીચડી ટ્રાય કરો આ મીઠો ખીચડો😋

Written by The Great Gujju
સામગ્રી – 
દોઢ કપ બાજરી,
અડધો કપ છાલટાવાળી દાલ,
1 કપ દળેલી ખાંડ,
5-6 કપ પાણી,
અડધો-અડધો કપ ઘી અને તલની રેવડી,
મીઠુ સ્વાદ મુજબ. 
Image result for khichdo

બનાવવાની રીત – 

બાજરી અને મગની દાળને ગરમ પાણીના છાંટા આપીને 15-20 મિનિટ રાખી મુકો. પછી અધકચરુ ખાંડીને છાલટા જુદા પાડો. કૂકરમાં પાણી ઉકાળો અને ખાંડેલો બાજરો, મગનીદાળ અને મીઠુ નાખીને 2-3 સીટી વાગતા સુધી થવા દો. ઠંડુ પડતા ગેસ પર ચઢાવો, ઢાંકણ ખોલો અને દળેલી ખાંડ મિક્સ કરો. 2 મિનિટ બફાવા દો. ખાંડ મિક્સ થઈ જશે. ગરમા ગરમ બાજરીની મીઠી ખીચડી, ઘી અને રેવડીની સાથે પીરસો.

About the author

The Great Gujju

Leave a Comment