Aditi's Kitchen

તવા પર બનાવો બ્રેડ પિજ્જા🍕

Written by The Great Gujju
કંઈક નવુ ખવડાવીને બાળકોને ઈમ્પ્રેસ કરવા માંગો છો તો ખવડાવો બ્રેડ પિજ્જા. આ યમી અને ઝટપટ બનનારી ડિશ તેમને જરૂર ભાવશે. જાણો તેને કેવી રીતે બનાવશો.. 
Related image
સામગ્રી –
6 બ્રેડ સ્લાઈસ બ્રાઉન અથવા વ્હાઈટ 
અડધો કપ સ્વીટ કોર્ન,
બાફેલા બટાકા,
એક શિમલા મરચુ ઝીણી સમારેલી.  
એક ડુંગળી ઝીણી સમારેલી,
એક ટામેટુ ઝીણુ સમારેલુ, 5 નાની ચમચી માખણ,
એક કપ મોજરેલા ચીઝ છીણેલુ,
એક ચોથાઈ નાની ચમચી કાળા મરીનો પાવડર,  
6 ચમચી પિઝ્ઝા ટોમેટો સોસ,
મીઠુ સ્વાદમુજબ. 
Image result for bread pizza on tawa
બનાવવાની રીત –
સૌ પહેલા બ્રેડની સ્લાઈસ પર માખણ લગાવી લો પછી તેના પર ટોમેટો પિઝ્ઝા સોસ લગાવી લો. 
-ત્યારબાદ તેના પર શિમલા મરચુ, ટામેટા અને ડુંગળી નાખી દો. 
– પછી તેના પર સ્વીટ કોર્ન, કાળા મરીનો પાવડર અને મીઠું છાંટી દો. ત્યારબાદ ચીઝ નાખો. 
– આટલી તૈયારી કર્યા પછી એક નોનસ્ટિક તવાને ધીમા તાપ પર ગરમ કરી 1 થી બે ચમચી માખણ લગાવો. જ્યારે માખણ ગરમ થઈ જાય ત્યારે તાપ ધીમો કરી દો અને તવા પર જેટલી બ્રેડ આવી જાય એટલી મુકી દો. 
– ત્યારબાદ તવાને એક પ્લેટથી ઢાંકી દો અને લગભગ 5 મિનિટ સુધી પકવો. 
– વચ્ચે વચ્ચે ઢાંકણ ખોલીને જોતા રહો. 
– જ્યારે શિમલા મરચુ નરમ થઈ જાય અથવા બ્રેડ કુરકુરી થઈ જાય તો પિજ્જાને તવા પરથી કાઢી લો. 
– બ્રેડ પિઝ્ઝા તૈયાર છે. તેને પ્લેટ પર કાઢીને ટોમેટો સોસ સાથે સર્વ કરો. 

About the author

The Great Gujju

1 Comment

Leave a Comment