Bavni Gujarati Bhajan Jalaram Bhajan

Jalaram Bavni

jai jalaram, jalaram, jalaram bavni. jalaram jivni, jalaram jupdi
Written by The Great Gujju
સોરઠ ભૂમિ પાવન ધામ, 
વીરપુર નામે એમાં ગામ,
પ્રગટ્યા ત્યાં શ્રી જય જલારામ, 
જનસેવાનું કરવા કામ,  (૨) 

 

રાજબાઇ માતાનું નામ, 
પ્રધાનજી પિતાનું નામ,
લોહાણા જ્ઞાતિ હરખાય, 
નામ સમરતાં રાજી થાય,  (૪) 

 

સંત પધાર્યા એને દ્વાર, 
રાજબાઇએ કીધો સત્કાર,
ઉજ્જ્વણ થાશે તારી કુથ, 
એવું બોલ્યા નિજ મુખ,  (૬) 

 

સંવત અઢારસો છપ્પન માંહ્ય, 
કારતક સુદ સાતમની છાય,
આશીર્વાદથી પ્રગટ્યા રામ, 
નામ પાડ્યું શ્રી જય જલારામ,  (૮) 

 

વૃદ્ધ સંત આવ્યા તે ઠામ, 
ઓળખ્યા શ્રી જય જલારામ,
માતપિતા સ્વધામે ગયા, 
કાકાને ત્યાં મોટા થયા,  (૧૦) 

 

સંવત અઢારસો સિત્તેરમાંહ્ય, 
યજ્ઞોપવીત વિધિ થાય,
સંવત અઢારસો બોત્તેરમાંહ્ય, 
પ્રભુતાં પગલાં મંડાય,  (૧૨) 

 

કાકાનું સંભાળે હાટ, 
ધર્મ દાનમાં મનમાં ઘાટ,
સાધુ સંતોને દેતા દાન, 
રઘુવીરનું એ ધરતાં ધ્યાન,  (૧૪) 

 

એક સમે સંતોનો સંઘ, 
આવી જમાવ્યો ભક્તિનો રંગ,
જલારામની પાસે આજ, 
આવ્યા સીધુ લેવા કાજ,  (૧૬) 

 

જલારામ લઇ માથે ભાર, 
દેવા ચાલ્યા એને દ્વાર,
પાડોશીને લાગી લ્હાય, 
તે કાકાને કહેવા જાય,  (૧૮) 

 

વા’લાકાકા દોડ્યા ત્યાંય, 
જ્યાં જલા દેવાને જાય,
ઘભરામણ છૂટી તે વાર, 
પત રાખે છે દીન-દયાળ,  (૨૦) 

 

છાણાં કહ્યાં તો છાણાં થાય, 
ઘીના બદલે જળ દેખાય,
પાડોશી તો ભોંઠો થાય, 
દુરિજન કર્મોથી પસ્તાય,  (૨૨) 

 

જલા ભક્તને લગની થઈ, 
ભીતર બારી ઉઘડી ગઈ,
યાત્રા કરવા કીધી હામ, 
પછી ફર્યા એ ચારે ધામ,  (૨૪) 

 

ગુરુ કરવાનો પ્રગટ્યો ભાવ, 
ફત્તેપુર જઈ લીધો લ્હાવ,
ભોજો ભગત કીધા ગુરુદેવ, 
વ્રત કરવા સાચી સેવ,  (૨૬) 

 

સંવત અઢારસો ચોત્તેર માંહ્ય, 
સદાવ્રતનું સ્થાપન થાય,
વીરબાઇ સુલક્ષણી છે નાર, 
સેવાની રાખે સંભાળ,  (૨૮) 

 

સાધુ સંતો આવે નિત્ય, 
જલાબાપાની જોઇ પ્રીત,
અન્ન તણા નીધિ છલકાય, 
બાધા આખડીથી દુઃખ જાય,  (૩૦) 

 

બાપા સૌમાં ભાળે રામ, 
ખવરાવીને લે આરામ,
ગાડાં ભરી અન્ન આવે જાય, 
સાધુસંતો ખૂબ જ ખાય,  (૩૨) 

 

તન મન ધનથી દુઃખીઆં જન, 
આવીને નિત કરે ભજન,
બાપા સૌના દુઃખહરનાર, 
ભેદ ન રાખે કોઇ લગાર,  (૩૪) 

 

થોડા જનનાં કહું છું નામ, 
મળીઓ છે જેને આરામ,
જમાલ ઘાંઘી જે કહેવાય, 
દીકરો તેનો સાજો થાય,  (૩૬) 

 

હરજી દરજી પેટનું દુઃખ, 
ટાળીને ત્યાં પામ્યો સુખ,
મૃત્યુ પામ્યો કોળી એક, 
પિતા તેનો કરગર્યો છેક,  (૩૮) 

 

બાપા હૈયે કરુણા થાય, 
રામનામની ધૂન મચાય,
થયો સજીવન તેનો બાળ, 
રામનામનો જય જયકાર,  (૪૦) 

 

પુણ્ય તપ્યું બાપાનું માંહ્ય, 
વ્હાલો ઊતર્યો અવની માંહ્યા,
કરી કસોટી માગી નાર, 
જોવા કેવું દિલ ઉદાર,  (૪૨) 

 

ધન્ય ધન્ય છે વીરબાઇ નાર, 
પ્રભુ સમ જાણ્યો છે ભરથાર,
આજ્ઞા આપો છું તૈયાર, 
સેવા સંતની સાચો સાર,  (૪૪) 

 

સેવા કરવા ગયાં છે સતી, 
જાણી ત્રિભુવનના એ પતિ,
આકાશવાણીમાં સંભળાય, 
ધન્ય જલા ભક્તિ કહેવાય,  (૪૬) 

 

ઝંડો ઝોળી વીરબાઇ હાથ, 
દઇને અલોપ થયા છે નાથ,
વાચક પહોંચ્યા વીરપુર ગામ, 
સૌએ સમર્યા સીતારામ,  (૪૮) 

 

આજે પણ વીરપુરની માંહ્ય, 
સૌને એનાં દર્શન થાય,
જનસેવા તો ખૂબ જ કરી, 
ઠાર્યા સૌને પોતે ઠરી,  (૫૦) 

 

ઓગણીસે ને સાડત્રીસ માંહ્ય, 
બાપા સિધાવ્યા વૈકુંઠમાંહ્ય,
મધુદાસ જે બાવની ગાય, 
દુઃખની છુટી સુખીઆ થાય,  (૫૨)   

 

Soratth Bhumi Pavan Dham, 
Virpur Name Ema Gaam 
Pragtya Tiya Shree Jay Jalaram, 
Jan Seva Nu Karva Kaam  

 

Raj Bai Mata Nu Naam, 
Pradhanji Pita Nu Naam  
Lohana Gyati Harkhay, 
Naam Samarta Raji Thay  

 

Sant Patharya Ene Dhwar, 
Raj Bai E Kidha Satkar  
Ujjvan Thashe Tari Kuth, 
Evu Bolya Neej Mukh   

 

Savant Atharso Chhapan Mahy, 
Kartak Sud Satam NI Chhay  
Aashirvad Thi Prgtya Ram, 
Naam Padyu Shree Jay Jalaram  

 

Vrudh Sant Aavya Te Tham, 
Odakhiya Shree Jay Jalaram  
Mata – Pita Swdhame Gaya, 
Kaka Ne Tiya Mota Thaya  

 

Savant Atharso Sitermah, 
Yagyo Pavit Vidhi Thay 
Savant Atharso Botermah, 
Prabhuta Pagla Manday  

 

Kaka Nu Sambhade Haat, 
Dharm Daan Ma Man Ma Dhat 
Sadhu Santo Ne Deta Daan, 
Radhuveer Nu E Dharta Dhyan  

 

Ek Same Santo No Sangh, 
Aavi Jamavyo Bhakti No Rang 
Jalaram Ni Pase Aaj, 
Aavya Sidhu Leva Kaaj  

 

Jalaram Lai Mathe Bhar, 
Deva Chalya Ene Dhwar  
Padosi Ne Lagi Lahay, 
Te Kaka Ne Kaheva Jai   

 

Vahla Kaka Dodya Tiyay, 
Jiya Jala Deva Ne Jaay  
Ghabhraman Chhuti Te Vaar, 
Pat Rakhe Chhe Din Dayal   

 

Chhana Kahya To Chhana Thay, 
ghee Na Badle Jad Dekhai  
Padoshi To Bhothho Thay, 
Durijan Karmo Thi Pastay   

 

Jala Bhakat Ne Lagni Thai, 
Bhitar Bari Ughdi Gai  
Yatra Karva Kidhi Haam, 
Pachi Farya E Chare Dham   

 

Guru Karva No Pragtyo Bhav, 
Fatepur Jai Lidho Lahav  
Bhoja Bhagat Kidha Gurudev, 
Vrat Karva Sachi Seva   

 

Samvant Atharso Choter Mahy, 
Sada Vrat Nu Sthapan Thai  
Veer Bai Sulakshni Chhe Naar, 
Seva Ni Rakhe Sambhad   

 

Sadhu Santo Aave Nity, 
Jala Bapa Ni Joi Prit  
Ann Tana Nidhi Chalkay, 
Badha Aakhdi Thi Dukh Jai   

 

Bapa Sovama Bhade Ram, 
Khavravi Ne Le Aaram  
Ganda Bhari Ann Aave Jai, 
Sadhu Santo Khub J Khay  

 

Tan Man Dhan Thi Dukhi Aa Jan, 
Aavi Ne Neet Kare Bhajan  
Bapa Sovna Dukh Harnar, 
Bhed Na Rakhe Koi Lagar   

 

Thoda Jan Na Kahu Chhu Naam, 
Madio Chhe Jene Aaram  
Jamal Dhadhi Je Kahevai, 
Dikro Teno Sajo Thai   

 

Harji – Darji Pet Nu Dukh, 
Tadi Ne Tiya Pamyo Sukh 
Mrutyu Pamyo Kodi Ek, 
Pita Teno Kargaryo Chhek  

 

Bapa Heiye Karuna Thai, 
Ram Naam Ni Dhun Machai 
Thayo Sajivan Teno Baad, 
Ram Naam No Jay Jaykar  

 

Punya Tanyu Bapa Nu Mahy, 
Vahlo Utryo Avni Mahy 
Kari Kasoti Magi Naar, 
Jova Kevo Dil Udar  

 

Dhany – Dhany Chhe Veer Bai Naar, 
Prabhu Sam Janyo Chhe Bharthar 
Aagya Aapo Chhu Teyar, 
Seva Sant Ni Sacho Saar  

 

Seva Karva Gaya Chhe Sati, 
Jani Tribhuvan E Pati 
Aakash Vaani Ma Sambhday, 
Dhany Jala Bhakti Kahevay  

 

Zando Zodi Veer Bai Hath, 
Dai Ne, Alop Thaya Chhe Naath 
Vachak Pahochya Veer Bai Hath, 
Soae Samrya Sitaram  

 

Aaje Pan Virpur Ni Mahy, 
Sone Ena Darshan Thay 
Jan Seva To Khub J Kari, 
Tharyo Sone Pote Dhari  

 

Oganiso Ne Sadtrish Mahy, 
Bapa Sidhavya Vekunth Mahy 
Madhu Daas Je Bavani Gaay, 
Dukh Ni Chhuti Sukhiya Thay  
 

About the author

The Great Gujju

Leave a Comment