લીલી લીલી લીમડી રે,
અને શીતલ એની જ ઝાય
બેન હિચોડે હિચકે,
એ હિચાવે એનો ભાઈ
કોણ હલાવે લીંબડી ને
કોણ ઝુલાવે પીપળી ( 2 )
ભાઇની બેની લાડકીને
ભઇલો ઝુલાવે ડાળખી / ( 2 )
લીંબડીની આજ ડાળ ઝુલાવે,
લીંબોળી ઝોલા ખાય,
હીંચકો નાનો બેનનો એવો,
આમ ઝુલણ્યો જાય,
લીંલુડી લીંબડી હેઠે,
બેનીબા હિંચકે હીંચે. ( 2 )
કોણ હલાવે લીંબડી ને…..
એ પંખીડા, પંખીડા,
ઓરા આવો, એ પંખીડા,
બેની મારી હીંચકે હીંચે,
ડાળીઓ તું ઝુલાવ,
પંખીડા ડાળીએ બેસો,
પોપટજી પ્રેમથી હીંચો ( 2 )
કોણ હલાવે લીંબડી ને…..
આજ હીંચોડુ બેનડી,
તારા હેત કહ્યા ના જાય,
મીઠડો વાયુ આજ બેની
તારા હીંચકે બેસી જાય
કોયલ ને મોરલા બોલે,
બેની નો હીંચકો ડોલે ( 2 )
કોણ હલાવે લીંબડી ને…..
Lili Lili Limdi Re,
Ane Shital Ani J Chay,
Ben Hichode Hincti,
A Hichove Eno Bhai.
Kon Halave Limdi Ne,
Kon Julave Pipdi ( 2 )
Bhai Ni Beni Ladki Ne,
Bhailo Julave Dadkhi / ( 2 )
He Limdi Ni Aaj Daal Julave
Limbodi Jola Khai,
Hichko Nano Ben No Aavo
Aam Julaniyo Jai,
Liludi Limdi, Hethe
Benudi Hichke Hiche ( 2 )
Kon Halave Limdi Ne…..