Gujarati Bhajan Shree Krishna Bhajan Shree Ram Bhajan

Be Fool Chadave Murti Par

krishna bhajan, ram bhajan, gujrati bhajan, gujrati song, look geet
Written by The Great Gujju

રચના : – અવિનાશ વ્યાસ 

 

બે ફૂલ ચઢાવે મૂર્તિ પર, પ્રભુ નહીં મળે સસ્તામાં,  
ઈશ્વર પડ્યો નથી રસ્તામાં 
કૃષ્ણની પાસે જવું હોય તો, થાવું પડે સુદામા  
ઈશ્વર પડ્યો નથી રસ્તામાં   

 

સાચું છે એ સચરાચર છે, સાચુ છે એ અજરામર છે,
સાચું છે એ પરમેશ્વર છે  ( 2 ) 
પણ ચો ધારે વરસે મેહૂલીયો તો, મળે એક ટીપામાં 
ઈશ્વર પડ્યો નથી રસ્તામાં   

 

રામનું સ્વાગત કરતાં ઋષિઓ, જાપ જપંતા રહી ગયા 
એઠા બોરને અમર કરીને, રામ શબરીના થઈ ગયા 
નહીં મળે ચાંદી – સોનાના અઠળક સિક્કામાં
નહીં મળે એ કાશી માં કે નહીં મળે મક્કામાં
પણ નશીબ હોય તો મળી જાય એ તુલસીના પત્તામાં
ઈશ્વર પડ્યો નથી રસ્તામાં  

 

 

Be Fool Chadave Murti Par, 
Prabhu Nahi Made Rasta Ma 
Iswar Padyo Nathi Rasta Ma 
Krushn Ni Pase Javu Hoy To, 
Thavu Pade Sudama 
Iswar Padyo Nathi Rasta Ma  

 

Sachu Chhe E Sachrachar Chhe, 
Sachu Chhe E Ajra Amar Chhe 
Sachu Chhe E Parmeswar Chhe  / ( 2 ) 
Pan Cho Dhare Varse Mehuliyo To, 
Made Ek Tipa Ma 
Iswar Padyo Nathi Rasta Ma  

 

Ram Nu Swagat Karta Rushio, 
Jaap Japanta Rahi Gaya  
Etha Bor Ne Amar Karine, 
Ram Sabri Na Thai Gaya  
Nahi Made E Chandi – Sona, 
Na Athdak Sikka Ma 
Nahi Made E Kashi Ma Ke, 
Nahi Made Makka Ma 
Pan Nasib Hoy To, Madi Jay E 
Tulsi Na Patta Ma  
Iswar Padyo Nathi Rasta Ma

About the author

The Great Gujju

Leave a Comment