aarti chalisha Gujarati Bhajan Stuti

Vishvmbhari Akhil Vishvtani Janeta

Gujrati Stuti, Dhun, Bhajan, Prathna, Chalisa
Written by The Great Gujju
વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યા ધરી વદન માં વસજો વિધાતા
દુરબુદ્ધિને  દુર કરી સદબુદ્ધિ આપો, મામપાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો 

 

ભૂલો પડી ભવરણે ભટકું ભવાની, સુઝે નહિ લગીર કોઈ દિશા જવાની
ભાસે ભયંકર વળી મનના ઉતાપો, મામપાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો 

 

આ રંકને ઉગરવા નથી કોઈ આરો, જન્માંધ છું જનની હું ગ્રહી બાય તારો
ના શું સુણો ભગવતી શિશુના વિલાપો, મામપાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો 

 

માં કર્મ જન્મ કથની કરતા વિચારૂ, આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઈ મારું
કોને કહું કઠણ યોગ તણો બળાપો, મામપાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો 

 

હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો, આડંબરે અતિ ધણો મદથી બકેલો
દોષો થકી દુષિતના કરી માફ પાપો, મામપાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો 

 

ના શાસ્ત્રના શ્રાવણનું પયપાન પીધું, ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઈ કીધું
શ્રધ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો, મામપાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો 

 

રે – રે ભવાની બહુ ભૂલ થઈ છે મારી, આ જિંદગી થઈ મને અતિશે અકારી
દોષો પ્રજાળી સધળા તવ છાપ – છાપો, મામપાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો 

 

ખાલી ના કોઈ સ્થળ છે વિણ આપ ધારો, બ્રહ્માંડમાં અણું – અણું મહી વાસ તારો
શક્તિ ના માપ ગણવા અગણિત માપો, મામપાહી ઓમ ભગવતી ભવ દુઃખ કપો 

 

પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો, ખોટો ખરો ભગવતી પણ હું તમારો
જાડ્યાધકાર દુર કરી સદબુદ્ધિ સ્થાપો, મામપાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો 

 

શીખે સુણે રસિક છંદ જ એક ચિતે, તેના વિના થકી ત્રિવિધ તાપ ટળે ખચિતે
વાધે વિશેષ વળી અંબા તણો પ્રતાપો, મામપાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો 

 

શ્રી સદગુરુના શરણમાં રહી ને ભજું છું, રાત્રી દિને ભગવતી તુજ ને ભજું છું
સદભક્ત સેવક તણો પરિતાપ ચાપો, મામપાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો 

 

અંતર વિશે આધિક ઊર્મિ થતા ભવાની, ગાવું સ્તુતિ તવ બળે નમીને મુંડાની
સંસાર ના સકળ રોગ સમુળ કાપો, મામપાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો 

 

 

Vishvambhari Akhil Vishvatani Janeta
Vidhya Dhari Vadan Ma Vasjo Vidhata
Durbudhdhi Ne Sadbudhdhi Aapo
Maampahi Om Bhagvati Bhav Dukh Kapo 

 

Bhulo Padi Bhavarne Bhatku Bhavani
Suze Nahi Lagir Koy Disha Javani
Bhase Bhayankar Vadi Man Na Utapo
Maampahi Om Bhagavati Bhav Dukh Kapo 

 

Aa Rank Ne Ugarva Nathi Koy Aaro
Janmandh Chhu Janni Hu Grahi Bai Taro
Na Shu Suno Bhagvati Shishu Na Vilapo
Maampahi Om Bhagvati Bhav Dukh Kapo 

 

Maa Karm Janm Kathni Karta Vicharu
Aa Srushti Ma Tuj Vina Nathi Koy Maru
Kone Kahu Kathan Yog Tano Badapo
Maampahi Om Bhagvati Bhav Dukh Kapo 

 

Hu Kaam Krodh Mad Moh Thaki Chhakelo
Aadmbare Ati Dhano Mad Thi Bakelo
Dosho Thaki Dushit Na Kari Maaf Papo
Maampahi Om Bhagvati Bhav Dukh Kapo 

 

Na Shastr Na Shravan Nu Paipan Pidhu
Ha Mantr Ke Stuti Katha Nathi Kay Kidhu
Sradha Dhari Nathi Karya Tav Naam Japo
Maampahi Om Bhagvati Bhav Dukh Kapo 

 

Re – Re Bhavani Bahu Bhul Thai Chhe Mari
Aa Jindgi Thai Mane Atishe Akari
Dosho Prajadi Saghda Tav Chha – Chhapo
Maampahi Om Bhagvati Bhav Dukh Kapo 

 

Khali Na Koy Sthal Chhe Veen Aap Dharo
Bramand Ma Anu – anu Mahi Vaas Taro
Shakti Na Maap Ganva Agnit Mapo
Maampahi Om Bhagvati Bhav Dukh Kapo 

 

Pape Prapanch Karva Badhi Vate Puro
Khoto Kharo Bhagvati Pan Hu Tamaro
Jadyandhkar Door Kari Sadbudhdhi Sthapo
Maampahi Om Bhagvati Bhav Dukh Kapo 

 

Sikhe Sune Rasik Chhand J Ek Chite
Tena Thaki Trividh Taap Tade Khachite
Vaghe Vishesh Vadi Aamba Tano Pratapo
Maampahi Om Bhagvati Bhav Dukh Kapo  

 

 Shree Sadguru Na Sharan Ma Rahi Ne Bhaju Chhu 
Ratri Dine Bhagavati Tujne Namu Chhu 
Sadbhakt Sevak Tana Paritap Chapo 
Maampahi Om Bhagvati Bhav Dukh Kapo  

 

Antar Vishe Adhik Urmi Thata Bhavani  
Gavu Stuti Tav Bade Nami Ne Mundani  
Sansar Na Sakad Roog Samuda Kapo  
Maampahi Om Bhagvati Bhav Dukh Kapo  

 

About the author

The Great Gujju

Leave a Comment