Aditi's Kitchen

રસમલાઇ ની આ યમ્મી રેસીપી નોન્ધીલો

Written by The Great Gujju
રસમલાઈ ભારતીય મિઠાઈઓમાં સૌથી શ્રૈષ્ઠ માનવામાં આવે છે. તે ખાવામાં સૌથી સ્વાદિષ્ટ અને બનાવવામાં ખૂબ જ સરળ છે. દૂધમાંથી બનેલ આ મિઠાઈ દરેકની ફેવરેટ છે, જેને લોકો દરેક તહેવાર અને ખુશીના સમયે બનાવવાનું પસંદ કરે છે. આ રસમલાઇનો સ્વાદ મોંઢામાં તરત જ ઓગળી જાય છે અને સ્વર્ગનો એહસાસ થવા લાગે છે. જો તમે આ મિઠાઈ ક્યારેય પણ તમારા ઘરે નથી બનાવી તો મોડું ના કરો અને ઝડપથી બનાવી લો તેને.
Related image
સામગ્રી-
૭ કપ દૂધ
૪ કપ ખાંડ
૩ કપ પાણી
કેસર, પિસ્તા બદામ અને લીંબુનો રસ

Related image

રીત-
સૌથી પહેલા રસ બનાવવા માટે ૩ કપ દૂધ ઉકળવા માટે રાખી દો. તેના પછી દહી બનાવવા માટે અલગથી દૂધને ઉકાળીને રાખો અને તેમાં લીંબુ નીચોવી લો. સારી રીતે મેળવીને તેને મલમલના કપડામાં ગાળી લો.
હવે એક પ્રેશર કુકરમાં પાણી અને ખાંડ નાખીને ઉકાળો. હવે જે દહી તૈયાર થયું છે તેને સારી રીતે પીસી લો અને તેની નાની-નાની ગોળીઓ બનાવી લો. હવે આ તૈયાર ગોળીઓને પ્રેશર કુકરમાં નાંખીને એક સીટી વગાડો.
હવે આ જ સમયે બીજી બાજુ તે ચકાસી લો કે રસ તૈયાર થયો છે કે નહી. આ રસમાં ખાંડ, ઈલાયચી, પિસ્તા, બદામ અને કેસર નાંખો અને ઠંડુ થવા મૂકી દો.
હવે આ તૈયાર દહીની ગોળીઓને પ્રેશર કુકરમાંથી બહાર નીકાળો અને હળવેથી પ્રેસ કરો જેનાથી પાણી બહાર નીકળી જાય. જ્યારે રસ ઠંડો થઈ જાય ત્યારે ગોળીઓને તેમાં નાંખીને ફ્રીજમાં રાખી દો. તમારી રસમલાઇ બિલ્કુલ તૈયાર છે. 

Related image

About the author

The Great Gujju

Leave a Comment