Gujarati Bhajan Prachin Gujrati Bhajan Prathna

Ek J De Chinagari Mahanal

Gujrati prathna, gujrati song, gujrati look geet. gujrati garba. prathns
Written by The Great Gujju

રચના : – હરિહર ભટ્ટ

એક જ દે ચિનગારી મહાનલ,  એક જ દે ચિનગારી.  ( 2 )  

 

ચકમક લોઢું ઘસતાં – ઘસતાં ખરચી જિંદગી સારી 
જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી 
મહાનલ, એક દે ચિનગારી…  

 

ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભઅટારી
ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી 
મહાનલ, એક દે ચિનગારી… 

 

ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી વિશ્વાનલ   
હું અધિક ન માગું, માગું એક ચિનગારી 
મહાનલ, એક દે ચિનગારી…  

 

 

Ek J De Chinagari Mahanal, Ek J De Chinagari  ( 2 )  

 

Chakamak Lodhu Ghasata Ghasata Kharachi Jindagi Sari
Jamgarima Tanakho N Padyo, N Fadi Mahenat Mari 
Mahanala, Ek De Chinagari… 

 

Chando Salagyo, Suraj Sadagyo, Sadagi Aabh – atari 
Na Sadagi Ek Sagadi Mari, Vat Vipatani Bhari 
Mahanala, Ek De Chinagari…  

 

Thandima Muj Kaya Thathare, Khooti Dhiraj Mari Vishvanal 
Hu Adhik N Magu, Magu Ek Chinagari
Mahanala, Ek De Chinagari…  

 

About the author

The Great Gujju

Leave a Comment