Gujarati Bhajan Narsinh Mehta Shree Krishna Bhajan

Unchi Medi Te Mara Santani Re

Hemant Chauhan, narsinh maheta, praful dave, kirtidan, lalita godadra
Written by The Great Gujju
ઉંચી મેડી તે મારા સંતની રે,  
મેં તો માં’લી ન જાણી રામ,
હો રામ… ઉંચી મેડી તે મારા સંતની રે  / ( 2 )  

 

અમને તેડા શીદ મોકલ્યા,  ( 2 ) 
કે મારો પીંડ છે કાચો રામ, 
મોંઘા તે મૂલની મારી ચુંદડી, 
મેં તો માં’લી ન જાની રામ, 
હો રામ… ઉંચી મેડી તે મારા સંતની રે  

 

અડધા પહેર્યા અડધા પાથર્યા,  ( 2 )   
અડધા ઉપર ઓઢાડ્યા રામ,
ચારે છેડે ચાર જણા, 
તોયે ડગમગ થાયે રામ, 
હે રામ… ઉંચી મેડી તે મારા સંતની રે   

 

નથી તરાપો નથી તુમ્બર,  ( 2 )   
નથી ઉતર્યાનો આરો રામ, 
નરસિંહ મહેતાના સ્વામી શામળા, 
પ્રભુ પાર ઉતારો રામ, 
હે રામ… ઉંચી મેડી તે મારા સંતની રે   

 

 

Unchi Medi Te Mara Santani Re, 
Me To Manli Ne Jani Ram,
Ho Ram… Unchi Medi Te 
Mara Santani Re,  ( 2 )  

 

Amane Teda Shid Mokalya, ( 2 ) 
Ke Maro Peed Chhe Kacho Ram,
Mongha Te Molni Mari Chundadi, 
Me To manli Ne Jani Ram,  
Ho Ram… Unchi Medi Te Mara Santani Re  

 

Adadha Paherya Adadha Patharya, ( 2 ) 
Adadha Upar Udhadya Ram,
Chare Chhede Char Jana, 
Toye Dagamag Thaye Ram,  
Ho Ram… Unchi Medi Te Mara Santani Re  

 

Nathi Tarapo Nathi Tumbara, ( 2 ) 
Nathi Utaryano Aaro Ram,
Narasinh Mahetana Swami Shamada, 
Prabhu Par Utaro Ram,  
Ho Ram… Unchi Medi Te Mara Santani Re  

 

About the author

The Great Gujju

Leave a Comment