Bavni Gujarati Bhajan

Datt Bavani

Datt Bavani, Jai maharaj, Santram mandir, santram maharaj satya chhe
Written by The Great Gujju
જય યોગીશ્ર્વર દત દયાળ, તું જ એક જગતમાં પ્રતિપાળ  
અત્રયનસૂયા, કરી નિમિત, પ્રગટયો જગકારણ નિશ્ર્ચિત  

 

બ્રહ્માહરિહરનો અવતાર, શરણાગતનો તારણહાર  
અંતર્યામી સતચિત સુખ, બહાર સદગુરુ ધ્વિભુજ સુમુખ  

 

ઝોળી અન્નાપૂર્ણા કર માહય, શાન્તિ કમંડલ કર સોહાય 
કયાંય ચતુર્ભુજ ષડભુજ સાર, અનંતબાહુ તું નિર્ધાર  

 

આવ્યો શરણે બાળ અજાણ,  ઊઠ દિગંબર, ચાલ્યા પ્રાણ
સૂણી અર્જુન કેરો સાદ, રીઝયો પૂર્વે તું સાક્ષાત  

 

દીધી રિધ્ધિ સિધ્ધિ અપાર, અંતે મુકિત મહાપદ સાર 
કીધો આજે કેમ વિલંબ,  તુજ વિણ મુજનેના આલંબ  

 

વિષ્ણુશર્મ ધ્વિજ તાર્યો એમ, જમ્યો શ્રાધ્ધમાં દેખી પ્રેમ  
જંભદૈત્યની ત્રાસ્યા દેવ, કીધી મ્હેર તેં ત્યાં તતખેવ 

 

વિસ્તારી માયા દિતિસુત,  ઈંદ્ર કરે હણાવ્યો તૂર્ત  
એવી લીલા કંઈ કંઈ શર્વ કીધી વર્ણવે કો તે સર્વ  

 

દોડયો આયુ સુતને કામ, કીધો એને તેં નિષ્કામ  
બોધ્યા યદુ ને પરશુરામ, સાધ્યદેવ પ્રહલાદ અકામ  

 

એવી તારી કૃપા અગાધ, કેમ સૂણે ના મારો સાદ  
દોડ અંતના દેખ અનંત, મા કર અધવચ શિશુનો અંત  

 

જોઈ દ્વિજસ્ત્રી કેરો સ્નેહ, થયો પુત્ર તું નિઃસંદેહ 
સ્મૃર્તગામી કલિતાર કૃપાળ, તાર્યો ધોબી છેક ગમાર  

 

પેટપીડથી તાર્યો વિપ્ર, બ્રાણીશેઠ ઉગાર્યો ક્ષિપ્ર  
કરે કેમ ના મારી વ્યાર, જો આણીગમ એકજ વાર  

 

શુષ્ક કાષ્ઠને આણ્યાં પત્ર, થયો કેમ ઉદાસીન અત્ર  
જર્જર વંધ્યા સ્વપ્ન, કર્યો સફળ તે સુતનાં કૃત્સ્ન  

 

કરી દૂર બ્રાહ્મણનો કોઢ, કીધા પૂરણ એના કોડ  
વંધ્યા ભેંસ દૂઝવી દેવ, હર્યું દારિદ્રય તે તતખેવ  

 

ઝાલર ખાઈ રીઝયો એમ, દીધો સુવર્ણઘંટ સપ્રેમ  
બ્રામણસ્ત્રીનો મૃત ભરથાર, કીધો સજીવન તેં નિર્ધાર  

 

પિશાચ પીડા કીધી દૂર, વિપ્રપુત્ર ઉઠાડયો શૂર  
હરી વિપ્રમદ અંત્યજ હાથ, રક્ષયો ભકત ત્રિવિક્રમ તાત  

 

નિમિષમાત્રે તંતુક એક, પ્હોંચાડયો શ્રીશૈલે દેખ  
એકી સાથે આઠ સ્વરુપ, ધરી દેવ બહુરુપ અરુપ  

 

સંતોષ્યા નિજ ભકત સુજાત, આપી પરચાઓ સાક્ષાત  
યવનરાજની ટાળી પીડ, જાતપાતની તને ન ચીડ  

 

રામકૃષ્ણ રુપે તેં એમ, કીધી લીલાઓ કંઈ તેમ  
તાર્યો પથ્થર ગણિકા વ્યાધા, પશુ પંખી તુજને સાધ  

 

અધમઓધારણ તારું નામ, ગાતાં સરે ન શાંશાં કામ  
આધિ વ્યાધિ ઉપાધિ સર્વ, ટળે સ્મરણમાત્રથી શર્વ  

 

મૂઠચોટ ના લાગે જાણ, પામે નર સ્મરણે નિર્વાણ  
ડાકણ શાકણ ભેંસાસુર, ભૂત પિશાઓ જંદ અસુર  

 

નાસે મૂઠી દઈને તૂર્ત, દત્તધૂન સાંભળતાં મૂર્ત  
કરી ધૂપ ગાએ જે એમ, દત્તબાવની આ સપ્રેમ  

 

સુધરે તેના બંને લોક, રહે ન તેને કયાંયે શોક  
દાસી સિધ્ધિ તેની થાય, દુખ દારિદ્રય તેનાં જાય  

 

બાવન ગુરુવારે નિત નેમ, કરે પાઠ બાવન સપ્રેમ  
યથાવકાશે નિત્ય નિયમ, તેને કદી ન દંડે યમ  

 

અનેક રુપે એજ અભંગ, ભજતાં નડે ન માયા રંગ  
સહસ્ત્ર નામે નામી એક, દત્ત દિગંબર અસંગ છેક  

 

વંદું તુજને વારંવાર, વેદ શ્ર્વાસ તારા નિર્ધાર  
થાકે વર્ણવતાં જયાં શેષ, કોણ રાંક હું બહુકૃતવેષ  

 

અનુભવતૃપ્તિનો ઉદગાર, સૂણી હસે તે ખાશે માર  
તપસી તત્વમસિ એ દેવ, બોલો જયજય શ્રી ગુરુદેવ  

 

 

 

Jay Yogishwar Datta Dayal,
Tuj Ek Jagama Pratipal
Atryansuya Kari Nimit, 
Pragatyo Jag Karan Nischit 

 

Brahma Hari Harno Avatar, 
Sharana Gatno Taranhar  
Antaryami Sat Chit Sukh, 
Bahara Sadguru Dwibhuj Sumukh  

 

Zoli Annapurna Kar Mahya, 
Shanti Kamandal Kara Sohaya 
Kyay Chaturbhuj SadBhuj Sar, 
Anant Bahu Tu Nirdhar  

 

Avyo Sharne Bal Ajaan, 
Uth Digambar Chalya Pran 
Suni Arjuna Kero Saad, 
Rizyo Purve Tu Sakshat  

 

Didhi Riddhi Siddhi Apar, 
Ante Mukti Maha Pad Saar  
Kidho Aaje Kem Vilambh, 
Tuj Vin Mujane Na Alamb  

 

Vishnu Sharma Dwij Taryo Em, 
Jamyo Shradh Ma Dekhi Prem  
Jambh Datyathi Trasy Deva,  
Kidhi Maher Te Tya Tat khev  

 

Vistari Maya Ditisut, 
Indra Kare Hanavyo Turt  
Evi Lila Kai – Kai Sarv, 
Kidhi Varnave Ko Te Sarva  

 

Dodyo Ayu Sutane Kam, 
Kidho Ene Te Nishkam 
Bodhya Yadu Ne Parasuram, 
Sadhya Deva Prahlad Akam  

 

Evi Tari Krupa Agadh, 
Kem Sune Na Maro Saad  
Dod Anta Na Dekha Anant, 
Ma Kar Adhavach Shishuno Ant  

 

Joi Dwij Stri Kero Sneh, 
Thayo Putra Tu Nisandhe 
Smatrugami Kalitara Krupala, 
Taryo Dhobi Chhek Gamar  

 

Pet Pid Thi Taryo Vipra, 
Brahman Seth Ugaryo Shipra  
Kare Kema Na Mari Vahar, 
Jo Anigam Ekaj Var 

 

Suska Kasthane Aya Patra, 
Thayo Kem Udasin Atra  
Jarjar Vandhya Kera Swapna, 
Karya Saphal Te Sutana Krushna  

 

Kari Dura Brahman No Kodh, 
Kidha Puran Ena Kod  
Vandhya Bhes Dujavi Deva, 
Haryu Daridra Te Tatkhev  

 

Zalar Khai Rizyo Em, 
Didho Suvarna Ghat Saprem  
Brahman Strino Mruta Bharatar, 
Kidho Sajivana Te Nirdhar  

 

Pishach Pida Kidhi Dura, 
Vipra Putra Uthadyo Shur,  
Hari Vipra Mad Antaj Hath, 
Raksho Bhakt Trivikram Tat 

 

Nimesh Matre Tantuk Ek, 
Pohchadyo Shri Shaile Dekh 
Eki Sathe Ath Svarup, 
Dhari Deva Bahu Rup Arup  

 

Santoshya Nij Bhakt Sujat, 
Api Parchayo Saksat  
Yavanraj Ni Tali Pid, 
Jat patani Tane Na Chid  

 

Rama Krushna Rupe Te Em, 
Kidhi Lilao Kai Tem 
Tarya Pathar Ganika Vyadh, 
Pashu Pankhi Pan Tujane Sadh  

 

Adham Odharan Taru Nam, 
Gata Sare Na Sha – Sha Kam  
Adhi Vyadhi upadhi Sarva, 
Tale Smaran Matrathi Sarve  

 

Mutha Chot Na Lage Jan, 
Pame Nar Smarane Nirvan  
Dakan Sakan Bhesasur, 
Bhut Pisacho Jand Asur  

 

Nase Muthi Daine Turt, 
Datta Dhun Sambharta Murt  
Kari Dhup Gaye Je Em, 
Datta Bavani Aa Saprem  

 

Sudhare Tena Bane Lok, 
Rahe Na Tene kyae Shok  
Dasi Siddhi Teni Thay, 
Dukh Daridra Tena Jaay  

 

Bavan Guruvar  Nit Nem, 
Kare Path Bavan Saprem  
Yathavakase Nitya Niyam, 
Tene Kadi Na Dande Yam  

 

Anek Rupe Ej Abhang, 
Bhajata Nade Na Maya Rang  
Sahastra Name Nami Ek, 
Datta Digambara Ashang Chek  

 

Vandu Tujane Varamvar, 
Ved Shwas Tara Nirdhar 
Thake Varnavta Jiya shesh, 
Kon Rank Hu Bahu krutvesh  

 

Anubhav Trupti No Udgara, 
Suni Hase Te Khase Mar  
Tapsi Tatvamasi E Deva, 
Bolo Jay – Jay Sri Gurudeva  

 

About the author

The Great Gujju

Leave a Comment