chalisha Gujarati Bhajan

Shree Jalaram Chalisa

Jalaram chalisa, gujrati lyrics, gujju, gujju lyrics, jai jalaram
Written by The Great Gujju

(દોહા) 

 

અન્નદાન એ શ્રેષ્ઠ દાન, જપે ના જલિયા જૂઠ
રામનામને લૂંટત રહે, જો લૂટી શકે તો લૂંટ  

 

(ચોપાઇ)

 

ભારત ભૂમિ સંતજનોની, 
ભક્તિની કરતા લહાણ 
ગરવી ગુર્જર ગરવી ગાથા, 
વીરપુરે સંત જલીયાણ 

 

આવો સંતો સત્સંગમાં, 
સત્સંગનો રંગ મહાન  
ગર્વ ગળ્યા કંસ-રાવણના, 
આતમરજાને સાચો જાણ 

 

છોડ લાલનપાલન દેહનાં, 
ત્યજી તમામ ગુમાન 
મળ્યો જે મનખો મોંઘેરો, 
જપ રામનામ હર ત્રાણ 

 

રામનામમાં મગન સદા, 
સર્વદા રામના દાસ 
તુલસી ને જલિયાણના, 
દિલમાં રામનો વાસ 

 

દિલમાં રામનો વાસ જેને, 
સંસારનો ના ત્રાસ 
રહે ભલે સંસારમાં, 
મનડું રામજી પાસ 

 

તમામ જીવનમાં રામજી પેખે, 
મુખમાં રામનું નામ 
પ્રેમરસ પી ને પિવડાવે, 
ધન ધન શ્રી જલારામ 

 

ભક્તિ ખાંડાની ધાર છે, 
પળ પળ કસોટી થાય 
હસતાં મુખે દુઃખ સહે, 
હરિ વહારે ધાય 

 

સતગુણથી સુખ મળે, 
ને સુખ-શાંતિ થાય 
સુખ-શાંતિમાં આનંદ સાચો, 
આનંદ આતમ રામ 

 

હરિના જનમાં હરિ વસે, 
વદી રહ્યા જલિયા રામ 
ચમત્કાર ત્યાં નમસ્કાર, 
જય રામ કૃષ્ણ ગાય 

 

આતમરામને રામ જાણવા, 
પરચાઓ કંઈ સર્જાય 
અનુભવ વિનાનું જ્ઞાન કાચું, 
અનુભવ ગુરુ મહાન 

 

શંકાથી શ્રદ્ધા ડગે, 
શ્રદ્ધા હરિથી મહાન 
વાચ કાછ ને મનથી, 
સદા ભજતાં જલારામ 

 

અધૂરાં રે ન આદર્યાં, 
પૂરણ કરે જલારામ 
બાપાના પરચા હજાર, 
લખતાં ન આવે પાર 

 

ભાવના ભૂખ્યા ભગવાન, 
બતાવે બાપા વારંવાર 
સેવા-ત્યાગની જીવતી મૂરત, 
જલારામ તણો અવતાર 

 

નોંધારાના આધાર બાપા, 
યાદ કરો લગાર 
જીવતા દેહ લાખનો, 
સવાલાખની શ્રદ્ધા આજ 

 

ભંડારી બાપાનાં વીરબાઈ, 
સતી પતિવ્રતા કહેવાય 
અવધૂત સંગે જાતા, 
કદી ના જે અચકાય 

 

ત્યાગ-બલિદાનની અપૂર્વ ગાથા, 
સ્વર્ણ અક્ષરે અંકાય 
સતી પુણ્યે જલિયાણ ભક્તિ, 
બની ગઈ સવાઈ 

 

તુલસી મીરાં કબીરાદિ, 
ને અન્ય સ્મ્ત સાંઈ 
સંસારમાં રહીને સદા, 
સદ્ભક્તિ માર્ગ બતાઈ 

 

મનમાં ધારો શ્રીરામને, 
વનમાં શા માટે જાય 
વાત બધી સ્વાનુભવની, 
સુણો ભગિની ભાઈ 

 

રસોઈ ચારસોની હતી, 
જમવા આઠસો તૈયાર 
મૂંઝાયા સાસુમા ત્યારે, 
મેં આપી હામ લગાર 

 

વદ્યો મુખથી જય જલારામ, 
આઠસો ઓડકાર ખાય 
વધ્યો મોહન થાળ છતાં, 
ઘરનાં ખાતાં ન ધરાય 

 

Doha : –
Anndan Ae Shreshtth Daan, 
Jape Na Jaliya Juthh  
Ram Naam Ne Lutat Rahe, 
Jo Luti Shake To Lunt  

 

Bharat Bumi Sant Janoni, 
Bhakti Ni Karata Lohana  
Garvi Gurjar Garvi Gatha, 
Virpure Sant Jaliyan  

 

Aavo Santo Satsang Ma, 
Satsang No Rang Mahan  
Garv Gadyo Kans Ravan Na, 
Aatam Rajane Sacho Jaan  

 

Chhod Lalan Palan Dehna, 
Tyaji Tamam Guman  
Madyo Je Mankho Moghero, 
Jap Ram Naam Har Tran  

 

Ram Naam Ma Magan Sda, 
Sarveda Ram Na Daas  
Tulsi Ne Jaliyan Na, 
Dilma Ram No Vaas  

 

Dil Ma Ramno Vaas Jene, 
Sansar No Na Tras  
Rahe Bhale Sansar Ma, 
Mandu Ramji Paas  

 

Tamam Jivan Ma Ramji Pekhe, 
Mukhma Ram Nu Naam 
Preras Pee Ne Pivdave, 
Dhan – Dhan Shree Jalaram 

 

Bhakti Khada Ni Dhar Chhe, 
Pad – Pad Kasoti Thay 
Hasta Mukhe Dukh Sahe, 
Hari Vahare Thay 

 

Satgun Thi  Sukh Made, 
Ne Sukh Santi Thay  
Sukh Shanti Ma Aanand Sacho, 
Aanand Aatam Ram  

 

Hari Na Janma Hari Vase, 
Vadi Rahyo Jaliya Ram  
Chamtkar Tiya Namskar, 
Jai Ram Krushn Gay  

 

Aatam Ramne Ram Janva, 
Parchao Kai Sarjya  
Anubhav Vinanu Gyan Kachu, 
Anubhav Guru Mahan  

 

Shanka Thi Shrdha Dare, 
Shrdha Hari Thi Mahan  
Vach Kachh Ne Man Thi, 
Sada Bhajta Jalaram  

 

Adhura Re Na Aadrya, 
Puran Kare Jalaram  
Bapa Na Parcha Hajar, 
Lakhta Na Aave Paar  

 

Bhavna Bhukhya Bhagavan, 
Batave Bapa Varmvar  
Seva Tiyag Ni Jivti Murat, 
Jalaram Tano Avtar  

 

Nodhara Na Aadhar Bapa, 
Yaad Karo Lagar  
Jivta Deh Lakhno, 
Svalakh Ni Shrdha Aaj  

 

Bhandari Bapa Na Veerbai, 
Sati Pativrta Kahevai  
Avdhut Sange Jata, 
Kadi Na Je Achkai  

 

Tiyag Balidan Ni Aapurv Gatha, 
Savrn Akshare Ankai  
Sati Punye Jliyaan Bhakti, 
Bani Gai Savai  

 

Tulsi Mira Kabiradi, 
Ne Any Sant Sai  
Sansar Ma Rahi Ne Sada, 
Shrdha Bhakti Marag Batai  

 

Man Ma Dharo Shree Ram Ne, 
Van Ma Sha Mate Jai  
Vaat Badhi Swanubhav Ni, 
Suno Bhagini Bhai  

 

Rasoi Charso Ni Hati, 
Jamva Aathso Taiyaar  
Munzaya Sasuma Tiyare, 
Me Aapi Haam Lagar  

 

Vadho Mukh Thi Jai Jalaram, 
Aathso Oadkar Khai  
Vadhyo Mohan Thad Chhata, 
Ghrma Khata Na Dharai  

 

 

About the author

The Great Gujju

Leave a Comment