Gujarati Bhajan Prachin Gujrati Bhajan sant vani

Moj Ma Revu, Moj Ma Revu  

Bhikhudan Gadvi, Kirtidan Gadhvi, Kinjal Dave, Geeta Rabari, Mayabhai Aahir
Written by The Great Gujju
મોજમાં રેવું મોજમાં રેવું, 
મોજમાં રેવું મોજમાં રેવું રે 
અગમ અગોચર અલખ 
ધણીની ખોજમાં રેવું  / ( 2 )  

 

સંસાર ખોટો કે સપનું 
ખોટું સૂઝ પડે નઇ રે,
યુગ વિત્યા ને યુગની પણ 
જુઓ સદીયુંથઇ ગઇ રે 
મરમી પણ ઇનો મરમ 
ન જાણે કૌતુક કેવું રે 
મોજમાં રેવું મોજમાં રેવું…..  

 

ગોતવા જાવ તો મળે નહીં 
ગોત્યો ગહન ગોવિંદો રે. 
ઇ રે હરી ભગતું ને હાથવગો 
છે પ્રેમ પરખંદો રે 
આવા દેવ ને દીવો કે ધૂપ શું 
દેવો દિલ દઇ દેવું રે 
મોજમાં રેવું મોજમાં રેવું…..  

 

લાયલાગે તોયે બળે નહીં 
એવા કાળજા કીધા રે 
જીવન નથી જંજાળ જીવન 
જીવવા જેવું રે 
મોજમાં રેવું મોજમાં રેવું…..  

 

રામક્રૂપા એને રોજ દિવાળી 
રંગના ટાણા રે 
કામ કરે એની કોઠી એ કોઇ 
દિ’ ખૂટે ન દાણા રે
કીએ અલગારી કે આળસુ થઇ 
ભવ આયખું ખોવું રે 
મોજમાં રેવું મોજમાં રેવું…..  

Moj Ma Revu, Moj Ma Revu  
Moj Ma Revu, Moj Ma Revu Re  
Agam Agochar  Alakh  
Dhani Ni Khoj Ma Revu  / ( 2 )   

 

Sansar Khoto Ke Sapnu  
Khotu Suz Pade Nai Re  
Yug Vitya Ne Yugni Pan  
Juoa Sadi Yuthi Gai Re  
Marmi Pan Ino Maram  
Na Jane Kovtuk Kevu Re  
Moj Ma Revu Moj Ma Revu…   

 

Gotva Jav To Made Nahi  
Gotyo Gahan Govindo Re  
E Re Hari Bhagatu Ne Hath Vago  
Chhe Prem Parkhando Re  
Aava Dev Ne Divo Ke Dhup Shu  
Devo Dil Dai Devu Re  
Moj Ma Revu Moj Ma Revu…   

 

Lay Lage Toy Bade Nahi  
Aeva Kadja Kidha Re  
Jivan Nathi Janjad Jivan  
Jivva Jevu Re  
Moj Ma Revu Moj Ma Revu…   

 

Ram Krupa Aene Roj Divadi  
Rang Na Tana Re  
Kaam Kare Aeni Kotthi Ae Koi  
Di – Khute Na Dana Re  
Kiae Algari Ke Aadsu Thai  
Bhav Aykhu Khovu Re  
Moj Ma Revu, Moj Ma Revu…   

About the author

The Great Gujju

Leave a Comment