Gujarati Bhajan Prachin Gujrati Bhajan sant vani

ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની 

Gujrati Bhajan, Hemant Chauhan, Kirtidan, Praful Dav, Kajal Maheriya
Written by The Great Gujju
ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની  ( 2 ) 
અમે તારા નામની રે અલખના એ ધામની 
ધૂણી રે ધખાવી બેલી…..  

 

ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઊડીને આવ્યો  ( 2 ) 
તન – મનથી તરછોડાયો, મારગ માં રદ અથડાયો 
હે… ગમ ના પડે રે એને ઠાકુર તારા નામની 
ધૂણી રે ધખાવી બેલી…..  

 

કોને રે કાજે રે જીવડા, ઝંખના તને રે જાગી 
કોની રે વાટ્યું રે જોતા ભવની આ ભાવટ ભાગી 
હે… તરસ્યું રે જાગી જીવને, ભક્તિ ના જામની 
ધૂણી રે ધખાવી બેલી….. 

 

 

About the author

The Great Gujju

Leave a Comment