Gujarati Bhajan Narsinh Mehta Prachin Gujrati Bhajan sant vani

મારી હૂંડી સ્વીકારો મહારાજ રે…

Gujrati Bhajan, Narsih Maheta Bhajan, Gujrati Garba, Praful Dave, Hemat Chauhan
Written by Great Gujju
મારી હૂંડી સ્વીકારો મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી 
મારી હૂંડી શામળીયાને હાથ રે, શામળા ગિરધારી  

 

સ્થંભ થકી પ્રભુ પ્રગટીયા, વળી ધરીયા નરસિંહ રૂપ, 
પ્રહલાદને ઉગારીયો રે… હે વા’લે માર્યો હરણાકંસ ભૂપ રે, શામળા ગિરધારી  
મારી હૂંડી સ્વીકારો મહારાજ રે…   

 

ગજને વા’લે ઉગારીયો, વળી સુદામાની ભાંગી ભુખ,
સાચી વેળાના મારા વાલમા રે… તમે ભક્તો ને આપ્યા ઘણા સુખ રે, શામળા ગિરધારી  
મારી હૂંડી સ્વીકારો મહારાજ રે…  

 

પાંડવની પ્રતિજ્ઞા પાળી, વળી દ્રૌપદીના પૂર્યા ચીર, 
નરસિંહ મેહતાની હૂંડી સ્વીકારજો રે… તમે સુભદ્રા બાઇના વિર રે, શામળા ગિરધારી  
મારી હૂંડી સ્વીકારો મહારાજ રે…  

 

રેહવાને નથી ઝુંપડું, વળી જમવા નથી જુવાર, 
બેટા-બેટી વળાવીયા રે… મેં તો વળાવી ઘર કેરી નાર રે, શામળા ગિરધારી  
મારી હૂંડી સ્વીકારો મહારાજ રે…  

 

ગરથ મારું ગોપીચંદન વળી તુલસી હેમ નો હાર, 
સાચું નાણું મારે શામળો રે… મારે મૂડીમાં ઝાંઝ-પખાજ રે, શામળા ગિરધારી  
મારી હૂંડી સ્વીકારો મહારાજ રે…  

 

તિરથવાસી સૌ ચાલીયા વળી આવ્યા નગરની બહાર, 
વેશ લીધો વણીકનો રે… મારું શામળશા શેઠ એવું નામ રે, શામળા ગિરધારી  
મારી હૂંડી સ્વીકારો મહારાજ રે…  

 

હૂંડી લાવો હાથમાં વળી આપું પૂરા દામ, 
રૂપીયા આપું રોકડા રે… મારું શામળશા શેઠ એવું નામ રે, શામળા ગીરધારી  
મારી હૂંડી સ્વીકારો મહારાજ રે…  

 

હૂંડી સ્વીકારી વા’લે શામળે વળી અરજે કિધાં કામ, 
મેહતાજી ફરી લખજો રે… મુજ વાણોત્તર સરખાં કામ રે, શામળા ગિરધારી 
મારી હૂંડી સ્વીકારો મહારાજ રે…   

 

 

About the author

Great Gujju

Leave a Comment