Gujarati Bhajan Prachin Gujrati Bhajan Zaverchand Meghani

Ho Raj Mane Lagyo Kasumbi No Rang  

Zaverchand Meghani, Gujrati Look Geet, Gujrati Geet, Gujrati Lgan Geet. Gujju
Written by Great Gujju
જનનીના હૈયામાં પોઢંતા 
પોઢંતા પીધો કસુંબીનો રંગ
ધોળાં ધાવણ કેરી ધારાએ 
ધારાએ પામ્યો કસુંબીનો રંગ 
હો રાજ મને લાગ્યો કસુંબી નો રંગ…  

 

બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં 
ઘોળ્યો કસુંબીનો રંગ
એવી ભીષણ રાત્રિ કેરા પહાડોની 
ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ 
હો રાજ મને લાગ્યો કસુંબી નો રંગ…  

 

દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં 
ભભક્યો કસુંબીનો રંગ 
એવી સાગરને પાળે સ્વાધીનતાની 
કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ 
હો રાજ મને લાગ્યો કસુંબી નો રંગ…  

 

ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર 
ચાખ્યો કસુંબીનો રંગ 
એવી વહાલી દિલદારાના પગની મેંદી 
પરથી ચૂમ્યો કસુંબીનો રંગ 
હો રાજ મને લાગ્યો કસુંબી નો રંગ…  

 

નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં 
કવિઓએ ગાયો કસુંબીનો રંગ 
એવી મુક્તિને ક્યારે નિજ રક્તો 
રેડણહારે પાયો કસુંબીનો રંગ 
હો રાજ મને લાગ્યો કસુંબી નો રંગ…  

 

પિડિતની આંસુડાધારે  હાહાકારે 
રેલ્યો કસુંબીનો રંગ 
એવા શહીદોના ધગધગતા નિઃશ્વાસે – 
નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ 
હો રાજ મને લાગ્યો કસુંબી નો રંગ…  

 

ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે 
છલકાયો કસુંબીનો રંગ 
એવા બિસ્મિલ બેટાઓની માતાને 
ભાલે મલકાયો કસુંબીનો રંગ 
હો રાજ મને લાગ્યો કસુંબી નો રંગ…  

 

ઘોળી – ઘોળી પ્યાલા ભરિયા રંગીલા 
હો  પીજો કસુંબીનો રંગ 
એવા દોરંગાં દેખીને ડરિયાં  ટેકીલા 
હો લેજો  કસુંબી નો રંગ  
હો રાજ મને લાગ્યો કસુંબી નો રંગ  

 

Janni Na Haiya Ma Pothnta  
Pothanta Pidho Kasumbi No  
Dhoda Dhavan Keri Dhara Ae 
Dhara Ae Pamyo Kasumbi No Rang  
Ho Raj Mane Lagyo Kasumbi No Rang   

 

Baheni Na Kanthe Nitarta Halrda Ma 
Dhodyo Kasumbi No Rang  
Aevi Bhishan Ratri Kera Pahado Ni  
Trado Ae Chodyo Kasumbi No Rang  
Ho Raj Mane Lagyo Kasumbi No Rang   

 

Duniya Na Veero Na Lila Balidano Ma 
Bhabhkyo Kasumbi No Rang  
Aevi Sagar Ni Pade Swadhinta Ni 
Kabro Ma Mahekyo Kasumbi No Rang  
Ho Raj Mane Lagyo Kasumbi No Rang   

 

Bhakto Na Tanbur Thi Tapkelo Masti  
Bhar Chakhyo Kasumbi No Rang  
Aevi Vahali Dildara Na Pag Ni Mendi  
Par Thi Chumyo Kasumbi No Rang  
Ho Raj Mane Lagyo Kasumbi No Rang   

 

Navli Duniya Kera Swapno Ma 
Kavi O Ae Gayo Kasumbi No Rang  
Aevi Mukti Ne Kiyare Nij Rakto  
Radan Hare Payo Kasumbi No Rang  
Ho Raj Mane Lagyo Kasumbi No Rang  

 

Pidit Ni Aasuda Dhare Hahakare  
Relyo Kasumbi No Rang  
Aeva Sahido Na Dhgdhgta Nishwase  
Nishwase Sadgyo Kasumbi No Rang  
Ho Raj Mane Lagyo Kasimbi No Rang   

 

Dharti Na Bhukhya Kangalo Ne Gale  
Chhalkayo Kasumbi No Rang  
Aeva Bismil Beta Oni Mata Ne  
Bhale Malkayo Kasumbi No Rang  
Ho Raj Mane Lagyo Kasumbi No Rang   

 

Ghodi – Ghodi Piyala Bhariya Ragila  
Ho Pijo Kasumbi No Rang  
Aeva Do Ranga Dekhi Dariya Tekila  
Ho Le Jo Kasumbi No Rang  
Ho Raj Mane Lagyo Kasumbi No Rang  

About the author

Great Gujju

Leave a Comment