Gujrati Gazal Gujrati Look Geet Gujrati Song

તમે થોડા થોડા થાવ વરણાગી

Gujrati Geet, Gujrati Sangeet, Gujrati Look Geet, Gujrati Bhasa
Written by Great Gujju
હવે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી 
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી.  ( 2 ) 
નવી ફેશનની ધૂન બધે લાગી  ( 2 )
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી.  / ( 2 )  

 

વરણાગી વીરાની વરણાગી વહુ બનો  
થોડુ બંગાળી ને અંગ્રેજી બહુ ભણો / ( 2 )  
મારા ભાઈ કેરો ભ્રમ જાય ભાંગી, 
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી.
હવે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી.  

 

કરો થોડો થોડો લટકો ને આંખડીનો મટકો  ( 2 )
જુઓ લટકાળી લલનાઓ જાગી  
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી.
હવે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી.  

 

કુમકુમનો ચાંદલો આવડો તે હોય મોટો  
ઊંચો ઊંચો સાલ્લો પહેર્યો છે સાવ ખોટો  / ( 2 )
હવે જુના બધા વેશ દ્યો ત્યાગી
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી.
હવે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી.  

 

બંગાળી સાડીના લેહરણીયા લેહરાવો   
ઊંચી ઊંચી એડીની બૂટજોડી મંગાવો  ( 2 ) 
હવે નવયુગની વાંસલડી વાગી
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી.
હવે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી  
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી.  

 

 

 

About the author

Great Gujju

Leave a Comment