Gujrati Gazal Gujrati Song

થાય સરખામણી તો ઊતરતા છીએ

Gujrati Gazal, Gujrati Dayro, Gujrati Look Geet. Guru Vani
Written by Great Gujju

રચના :-  બેફામ  

 

થાય સરખામણી તો ઊતરતા છીએ  ( 2 )
તે છતાં આબરૂ,  અમે દીપાવી દીધી.
એમના મહેલ ને, રોશની આપવા  ( 2 )
ઝુંપડી પણ અમારી,  જલાવી દીધી. 
થાય સરખામણી તો…. 

 

ઘોર અંધાર છે આખી અવની ઉપર  ( 2 )
તો જરા દોષ એમાં અમારો’ય છે
એક તો કંઇ સીતારા જ નહોતા ઉગ્યા  ( 2 )
ને અમે પણ શમાઓ બુઝાવી દીધી  
થાય સરખામણી તો… 

 

કોઇ અમને નડ્યા તો ઊભા રહી ગયા  ( 2 )
પણ ઊભા રહી અમે કોઇને ના નડ્યા
ખુદ અમે તો ના પહોંચી શક્યા મંઝીલે  ( 2 )
વાટ કીન્તુ બીજાને બતાવી દીધી 
થાય સરખામણી તો… 

 

 

કોણ જાણે હતી કેવી વર્ષો જૂની  ( 2 )
જીંદગી મા અસર એક તન્હાઇની /  ( 2 )
કોઇએ જ્યાં અમસ્તુ પૂછ્યુ કેમ છો  ( 2 )
એને આખી કહાણી સુણાવી દીધી.  
થાય સરખામણી તો…  

 

જીવતાં જે ભરોષો હતો ઇશ પર  ( 2 )
એ મર્યા બાદ ‘બેફામ’ સાચો પડ્યો
જાત મારી ભલે ને તરાવી નહી  ( 2 )
લાશ મારી પરંતુ તરાવી દીધી. 
થાય સરખામણી તો… 

 

 

About the author

Great Gujju

Leave a Comment