Gujrati Gazal Gujrati Song Tran Tali Garba

 Tari Aakh No Afini Tara Bol No Bandhani  

Gujrati Geet, Gujrati Gazal, Gujrati Garba, Gujrati Bhajan, Gujrati Look Geet
Written by Great Gujju

રચના :- વેનીભાઈ પુરોહિત

 

તારી આંખનો અફીણી, 
તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો 
પાગલ એકલો (2)  

 

આજ પીઉં દરશનનું અમૃત, 
કાલ કસુંબલ કાવો,
તાલ પુરાવે દિલની ધડકન, 
પ્રીત બજાવે પાવો,
તારી મસ્તીનો મતવાલો આશક એકલો 
હે તારા રૂપની પૂનમ પાગલ એકલો 
તારી આંખનો અફીણી…. 

 

પાંખોની પરખે પરબડી 
આંખો જુએ પીયાવો
અદલ બદલ તનમનની 
મૌસમ ચાતકનો ચકરવો
તારા રંગ નગરનો રસિયો નાગર એકલો 
હે તારા રૂપની પૂનમ નો પાગલ એકલો 
તારી આંખનો અફીણી…. 

 

ધીમી ધીમી પગલી તારી 
ધીમી કંઇક અદાઓ
કમર કરે છે લચક અનોખી 
રૂપ તણાં લટકાઓ
તારી અલબેલી એ ચાલનો ચાહક એકલો 
હે તારા રૂપની પૂનમ નો પાગલ એકલો 
તારી આંખનો અફીણી…. 

 

તું કામણગારી રાધા ને 
હું કાનો બંસીવાળો
તું ચંપા વરણી ક્રિષ્ન કળી 
હું કામણગારો કાનો
તારા ગાલની લાલી નો ગ્રાહક એકલો 
હે તારા રૂપની પૂનમ નો પાગલ એકલો 
તારી આંખનો અફીણી…. 

 

રૂપ જાય આગળથી પાછળ, 
જાય જુવાની વીતી,
પ્રીતવાવડી સદા છલકતી, 
જાય જિંદગી પીતી,
તારા હસમુખડાં ઝીલું છું ઘાયલ એકલો 
હે તારા રૂપની પૂનમ નો પાગલ એકલો  
તારી આંખનો અફીણી…. 

 

ઠરી ગયા કામણનાં દીપક, 
નવાં નૂરનો નાતો,
ઝલક ગઈ મન પામરતાની, 
નવી આરતી ગાતો.
તારી પાનીને પગરસ્તે ચાલું એકલો 
હે તારા રૂપની પૂનમ નો પાગલ એકલો 
તારી આંખનો અફીણી….   

 Tari Aakh No Afini  
Tara Bol No Bandhani  
Tara Roop Ni Punam No  
Pagal Aeklo  /  ( 2 )   

 

Aaj Pihu Darshan Nu Amrut  
Kaal Kasumbal Kavo  
Taal Purave Dil Ni Dhadkan  
Prit Bajave Pavo  
Tari Masti No Matvalo Aashak Aeklo  
He Tara Roop Ni Punam No Pagal Aeklo  
Tari Aakh No Afini…..   

 

Pakho Ni Parkhe Parbdi  
Aakho Juve Pichavo  
Adal Badal Tan-Man Ni  
Mosam Chatak No Chakravo  
Tara Rang Nagar No Rasiyo Nagar Aeklo  
He Tara Roop Ni Punam No Pagal Aeklo  
Tari Aakh No Afini…..   

 

Dhimi – Dhimi Pagli Tari  
Dhimi Kaink Adaoa  
Kamar Kare Chhe Lachak Anokhi  
Roop Tano Lakaao  
Tari Albeli Ae Chal No Chahak Aeklo  
He Tari Roop Ni Punam No Pagal Aeklo  
Tari Aakh No Afini…..  

 

Tu Kamangari Radha Ne  
Hu Kano Bansivado  
Tu Champa Varni Krishn Kadi  
Hu Kamangaro Kano  
Tara Gaal Ni Lali No Grahak Aeklo  
He Tara Roop Ni Punam No Pagal Aeklo  
Tari Aakh No Afini…..   

 

Roop Jai Aagad Thi Pachad  
Jai Juvani Viti  
Prit Vavdi Sada Chhalakti  
Jai Jindgi Piti  
Tara Has Mukhda Zilu Chhu Ghayal Aeklo  
Tara Roop Ni Punam No Pagal Aeklo  
Tari Aakh No Afini…..   

 

Thhari Gaya Kaman Dipak  
Nava Nur No Nato  
Zalak Gai Man Pamrta Ni  
Navi Aarti Gato  
Tari Pani Ne Pag Raste Chalu Aeklo  
Tari Roop Ni Punam No Pagal Aeklo  
Tari Aakh No Afini…..  

About the author

Great Gujju

Leave a Comment