Gujrati Gazal Gujrati Song

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત…

Gujrati Gazal, Gujrati Sangeet, Gujrati Song, Manhar Udas, Pankaj Udas
Written by Great Gujju

રચના :- આદિલ  

 

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,  ( 3 )
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.  /  ( 2)  

 

પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક  ( 2 )  
 રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.  ( 2 )  
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે 
જ્યારે પ્રણયની જગમાં…..  

 

ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર  ( 2 )
ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે  ( 2 ) 
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે  
જ્યારે પ્રણયની જગમાં….. 

 

ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં  ( 2 ) 
તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે  ( 2 )  
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે  
જ્યારે પ્રણયની જગમાં….. 

 

‘આદિલ’ને તે જ દિવસથી મળ્યું દર્દ દોસ્તો  ( 2 )
દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે  ( 2 ) 
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે  
જ્યારે પ્રણયની જગમાં…..  

 

 

 

About the author

Great Gujju

Leave a Comment