Gujrati Gazal Gujrati Song

દિવસો જુદાઈના જાય છે

Gujrati Gazal, Gujrati Geet, Gujrati Live Dayro, Gujrati Geet
Written by Great Gujju

રચના:- ગની દહીંવાલા  

 

દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી  
મારો હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.  / ( 2 ) 
દિવસો જુદાઈના જાય છે…… 

 

ન ધરા સુધી, ન ગગન સુધી, નહી ઉન્નતિ, ન પતન સુધી,  ( 2 )  
ફક્ત આપણે તો જવુ હતું, બસ એકમેકના મન સુધી.  
દિવસો જુદાઈના જાય છે…… 

 

તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી  
તમે તન પર રહો ઘડી બે ઘડી , અમે સાથ દઈએ કફન સુધી. 
દિવસો જુદાઈના જાય છે…… 

 

જો હદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી  
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.  
દિવસો જુદાઈના જાય છે…… 

 

 

 

 

About the author

Great Gujju

Leave a Comment