Gujarati Bhajan Prathna Shree Krishna Bhajan swaminarayan bhajan

Naiya Zukavi Meto – Prathan

Prabhatiya, Krishna Bhajan, Gujrati Bhajan, Ram Bhajan, Swaminarayan Bhajan
Written by Great Gujju
નૈયા ઝુકાવી મેતો જો જે ડૂબી જાયે ના 
ઝાંખો – ઝાંખો દીવો મારો, જો જે રે બુઝાયે ના  / (2)
 
સ્વાર્થ નું સંગીત ચારેકોર ગાજે  (2)
કોઈ નથી, કોઈ નું આ દુનિયા માં આજે  
તન નો તંબુર જો જે બેસુરો થાયે ના 
ઝાંખો – ઝાંખો દીવો મારો, જો જે રે બુઝાયે ના 
નૈયા ઝુકાવી મેં…………
 
પાપ અને પુણ્યના ભેદ રે ભુલાતા  (2)
રાગ  ને  દ્વેષ  આજે  ઘટ – ઘટ  ઘૂંટાતા  
જો જે આ જીવતર માં ઝેર પ્રસરાયે ના  
ઝાંખો – ઝાંખો દીવો મારો, જો જે રે બુઝાયે ના 
નૈયા ઝુકાવી મેં………….
 
શ્રદ્ધા ના દીવડા ને જલતો જ રાખજે  (2)
નિશદિન  સ્નેહ  કેરું  તેલ  એમાં  નાખજે 
મન  ના  મંદિરે  જો  જે  અંધારું  થાય  ના 
ઝાંખો – ઝાંખો દીવો મારો, જો જે રે બુઝાયે ના 
નૈયા ઝુકાવી મેં………….. 

 

Naiya Zukavi Meto  Joje Dubi Jaye Na   
Zhakho Zhakho Divo Maro Joje Re Bujay Na / ( 2 ) 

 

Swarth Nu Sangeet Chare Kor Gaje  ( 2 ) 
Koi Nathi Koi Nathi Duniya Ma Aaje 
Tan No Tamburo Joje Besuro Thai Na 
Zhakho Zhakho Divo Maro Joje Re Bujay Na  
Naiya Zukavi Meto….. 

 

Paap Ane punya Na Bhed Re Bhulata  ( 2 ) 
Raag Ne Dhwesh Aaje Ghat Ghat Ghuntata  
Joje Aa Jeevtar ma Zer prasaraye Na  
Zhakho Zhakho Divo Maro Joje Re Bujay Na  
Naiya Zukavi Meto…..  

 

Shradhha Na Divada Ne Jalto Ja Rakhje  ( 2 ) 
Nish Din Sneh Keru Tel Ema Nakhje 
Man Ne Mandir Joje, Andharu Thai Na  
Zhakho Zhakho Divo Maro Joje Re Bujay Na  
Naiya Zukavi Meto…..  

 

About the author

Great Gujju

Leave a Comment