Gujrati Garba Mataji Garba Tran Tali Garba

રમે અંબે માં ચાચર ના ચોક માં રે લોલ

Ambe Maa Garba, Garba, Tudja Bhavani Maa, Kadka Maa, Chamund Maa
Written by Great Gujju
આરાસુર વાળી બિરદાળી મતવાલી માં ઘુમ રે, 
સોહે હર નારી માડી જય હનકારી માં ઘુમ રે  (2)

રમે અંબે માં ચાચર ના ચોક માં રે લોલ  (2)
નવદુર્ગા ઓ ગયે મંગલ ગીત હો………રમે અંબે માં 
 
પાવાગઢ થી કાળકા પધારિયા રે લોલ  (2)
હો.. માયે શોળે સજ્યાં શણગાર હો…..રમે અંબે માં 
 
ચમકે ચુડીયું ને ચમકે સોડીયું રે લોલ    (2)
હો.. માના પગે ઝાંઝર નો ઝણકાર હો…રમે અંબે માં 
 
ચોટીલા થી ચામુંડ માં પધારિયા રે લોલ (2)
હો.. માયે શોળે સજ્યાં શણગાર હો…..રમે અંબે માં 
 
આરાસુર થી અંબે માં પધારિયા રે લોલ  (2)
હો.. માયે શોળે સજ્યાં શણગાર હો…..રમે અંબે માં 

 

 

About the author

Great Gujju

Leave a Comment