Gujrati Garba Mataji Garba Tran Tali Garba

છમક – છમક થાય, છમક – છમક થાય

Mataji Garba, Krishna Garba, Gujrati Garba, Garba, Ram Studio
Written by Great Gujju
છમક – છમક થાય, છમક – છમક થાય, 
માવડી નું પાયલ છમક – છમક થાય  (2)
ગરબે ઘૂમી ગાય, ઘૂમી – ઘૂમી ગાય, 
માવડી  નું  પાયલ  છમક – છમક થાય  (2) 

 

માડી ગબબર  થી ઉતરી આવે છે,  
સાથે સરખી સહેલી ને લાવે છે  (2)
મારી બહુચર માં, કાળી તુળજા ની સાથ, 
ઘૂમે મતવાલી,……..છમક – છમક થાય 

 

ચોક ચાચર નો કેવો ગજાવે છે,
મીઠ્ઠી અમૃત વાણી રેલાવે  છે. (2)
સજ્યા સોળે શણગાર, રૂપ – રૂપ નો અંબાર,
રમે રંગતાળી,.. છમક – છમક થાય 

 

ઢોલ શરણાઈ વાંજીત્રો વાગે છે,
ગરબે રમવાની લગની મને લાગે છે  (2)
માના દર્શન થાય, માની પૂજવો થાય,
જય બોલો અંબે માં,…..છમક – છમક થાય 

 

About the author

Great Gujju

Leave a Comment