Gujrati Garba Mataji Garba Tran Tali Garba

અંબા માંગુ તારી પાસ મારી પુરી… 

Ambe, Arasurvadi, Sherovali, Ambaji, Bhavani
Written by Great Gujju
અંબા માંગુ તારી પાસ, મારી પુરી કરજો આશ  (2) 
હૂ તો માંગી રે માંગી ને માંગુ આટલું, 
મારો અંમર રાખો ને ચૂડી ચાંદલો   (2) 

 

સાડી પહેરી લાલ ગુલાલ, ઉપર કસુંબી કિનાર 
મહી ઝીણી ઝીણી ભમરીયાળી ભાત રે, 
મારો અમર રાખો ને ચૂડી ચાંદલો,…. અંબા માંગુ તારી 

 

હાથે કંકણ નો રણકાર, પગે ઝાંઝર ઝણકાર     (2)
રુડી ટીલડી શોભે છે   માના ભાલ માં, 
મારો અમર રાખો ને ચૂડી ચાંદલો,….અંબા માંગુ તારી 

 

છોડી મયેર યાની પ્રીત, જોડી સાસરિયા ની પ્રીત 
હૂતો હોંશે – હોંશે જઈશ મારે સાસરે,  
મારો અમર રાખો ને ચૂડી ચાંદલો,…અંબા માંગુ તારી 

 

હૂતો આવી તારે દ્વાર, તું છે દિલડાં નો દાતાર 
માડી જુગ – જુગ રાખો મારી જોડ રે,
મારો અમર રાખજો ચૂડી ચાંદલો,….અંબા માંગુ તારી  

 

 

 

About the author

Great Gujju

Leave a Comment