Gujarati Bhajan Jalaram Bhajan Prachin Gujrati Bhajan sant vani

Virpur Javu Ke Satadhar Javu

Jai Jalaram, Jalaram Jupdi, Virpur, Jaliyan, Jalaram Mandir
Written by Great Gujju
વિરપુર જવું કે સતાધાર જાવું, 
હાલ તને હાલ મારો રામ બતાવું 
હાલ  મનવા હાલ, હાલ મનવા 
હાલ તને રામ બતાવું  / (2)
 
જલારામ વસે છે વિરપુર માં, 
ગંગા જમુના વહે છે ભરપૂર માં (2)
એનો આવે નહિ પાર, એ તો અન્ન 
નો ભંડાર, ઝોળી – ડંડો બતાવું,
કે આયોધ્યામાં જવું કે રામેશ્વર જાવું , 
હાલ તને હાલ મારો રામ બતાવું
વિરપુર જાવું  કે સતાધાર જવું……
 
આપો ગીગો વસે છે, સતાધાર માં, 
કાપે ભક્તો ના દુઃખ પલવાર માં (2)
એના દર્શન કરી, જાયે ભવ – ભવ 
તરી અખંડ જ્યોત બતાવું 
કે ગોકુલ માં જવું મથુરા માં જાવું , 
હાલ તને હાલ મારો શ્યામ બતાવું 
વિરપુર જાવું  કે સત્તાધાર જવું……  
 
વીરા મણ વસે છે, પળીયાદ માં 
કામો થાયે છે એક ફરિયાદ માં  (2)
એની સેવા રે કરી માંગો એવું 
ફળ મળે, સાચો સંત બતાવું 
કે નડિયાદ માં જવું કે કરમસદ જાવું   
હાલ તને હાલ સંતરામ બતાવું 
વિરપુર જાવું કે સતાધાર જાવું……
 
જૂનાગઢ માં નરસિંહ નો શામળિયો, 
કુંવર બાઈ ના મોમેરા તે ભરિયા (2)
નાચ્યો ઉભી બજાર, એ તો 
શામળિયા ને સાથ એવી ધૂન લાગવું 
કે ઘ્વારિકા માં જાવું કે ડાકોર માં જાવું 
હાલ તને હાલ રણછોડ રાય બતાવું 
વિરપુર માં જાવું કે સતાધાર જવું……
 
દેવી દાસ વસે છે પરબ માં, 
જોતા ભક્તો ના હૈયા હરખાતા (2)
અમર હૈયા નું હીર, ચરણે સાહેબ 
પીર, એવી સમાધિ બતાવું 
કે વિરપુર જાવું કે સતાધાર જાવું, 
હાલ તને હાલ મારો રામ બતાવું 
રે હાલ તને હાલ મારો રામ બતાવું  

 

Virpur Javu Ke Satadhar Javu  
Hal Tane Hal Maro Ram Batavu  
Hal Manva Hal, Hal Manva  
Hal Tane Ram Batavu  / ( 2 )   

 

Jalaram Vase Chhe Virpur Ma  
Ganga Jamuna Vahe Chhe Bharpur Ma  
Aene Aave Nahi Paar Ae To Ann  
No Bhandar Zodi Dando Batavu  
Aayodhya Ma Javu Ke Rameshwar Javu  
Hal Tane Hal Maro Ram Batavu  
Virpur Javu Ke Satathar Javu…..  

 

Aapo Gigo Vase Chhe Satadhar Ma  
Kape Bhakto Na Dukh Palvar Ma ( 2 ) 
Aene Darshan Kari Jaye Bhav – Bhav  
Tari Akhand Jiyot Batavu  
Ke Gokul Ma Javu Mathura Ma Javu  
Hal Tane Hal Maro Shyam Batavu  
Virpur Javu Ke Satadhar Javu…..   

 

Vira Man Vase Chhe Padiyad Ma  
Kamo Thaye Chhe Ek Fariyad Ma  
Aeni Seva Re Kari Mango Aevu  
Fal Made Sacho Sant Batavu  
Ke Nadiyad Ma Javu Ke Karamsad Javu  
Hal Tane Hal Santram Batavu  
Virpur Javu Ke Satadhar Javu…..   

 

Junaghad Ma Narsih No Shamadiyo  
Kuvar Bai Na Momera Te Bhariya  
Nachyo Ubhi Bajar Ae To  
Shamadiya Ne Sath Aevi Dhun Lagavu  
Ke Dhwarika Ma Javu Ke Dakor Ma Javu  
Hal Tane Hal Ranchhod Rai Batavu  
Virpur Ma Javu Ke Satadhar Javu…..   

 

Devi Das Vase Chhe Parab Ma  
Jota Bhakto Na Haiya Harkhata  ( 2 )  
Amar Haiya Nu Heer Charne Saheb  
Peer, Aevi Samadhi Batavu  
Ke Virpur Javu Ke Satadhar Javu  
Hal Tane Hal Maro Ram Batavu  
Re Hal Tane Hal Maro Ram Batavu  

About the author

Great Gujju

Leave a Comment