Gujrati Garba Mataji Garba Tran Tali Garba

સાથિયા પુરાવો દ્વારે

Ambe Maa, Kalika Maa, Durga Maa, Mahakali Maa, Tudja Maa
Written by Great Gujju
સાથિયા પુરાવો દ્વારે, દીવડા પ્રગટાવો રાજ 
આજ મારે આંગણે પધારજો માં પાવાવાડી 
જય અંબે – જય અંબે, અંબે જય – જય અંબે   / (2) 

 

વાંઝિયા નું મેણું ટાળી, રમવા રાજ કુમાર દે, માં ખોળા નો ખૂંદનાર દે,
કુંવારી કન્યા ને માડી, મન ગમતો ભરથાર દે, માં પ્રીતમ જી નો પ્યાર દે,
નિર્ધન ને ધન – ધાન આપે, રાખો માડી સૌની લાજ 
આજ મારે આંગણે પધારજો માં પાવાવાડી   
જય અંબે – જય અંબે, અંબે જય – જય અંબે   
સાથિયા પુરાવો દ્વારે,……………. 

 

કુંમ – કુંમ પગલાં ભરશે માડી, સાતે પૈઢી તરસે માડી, સાતે પૈઢી તરસે,
આદ્યશક્તિ માં પાવાવાડી, જનમ જનમ ની હરશે પીડા, જનમ જનમ ની હરશે 
દઈ – દઈ તાળી ગાવો આજ, વાજિંત્રો વગડાવો આજ 
આજ મારે આંગણે પધારજો માં પાવાવાડી 
જય અંબે – જય અંબે, અંબે જય – જય અંબે 
સાથિયા પુરાવો દ્વારે,…………….  

 

 

 

About the author

Great Gujju

Leave a Comment