Chalti Garba Garba Look Geet Gujrati Garba

Vagda Ni Vachche Vavdi Ne…

Gujrati Look Geet, Gujrati Song, Gujrati Bhajan, Gujrati Song
Written by Great Gujju

કવિ :- અવિનાશ વ્યાસ 

 

વગડા ની વચ્યે વાવડી ને, 
વાવડી ને વચ્યે દાઢમડી 
દાઢમડી ના પાના રાત – ચોર, 
રાત – ચોર છે  / (2)
પગમાં લક્કડ છાવડી ને, 
જરિયેલ પહેરેલી પાઘલડી 
પાઘલડી નું તારો, રાતો – ચોર, 
રાતો – ચોર છે. 

 

ઓલી કોર પેલી કોર મોરલા બોલે, 
ઉત્તર – દખણ ડુંગરા ડોલે
ઈશા નો વાયરો વિંજડો ડોલે, 
એની થઇ મન મારુ થયું ચગડોળે  
નાનું અમથું ખોરડું ને 
ખોરડે ઝૂલે છાવલડી 
છાવલડી ના બોરા રાતા – ચોર, 
રાતા – ચોર છે,
વગડા ની વચ્ચે વાવડી………  

 

ગામને પાદર રુમતા ને ઝૂમતા, 
નાગરવેલના  રેવન સે રે  
તીર્થ જેવો સસરો મારો, 
નટખટ નાની નણંદ સે રે  
મેયર વચ્યે માવડી ને, 
સાસર વચ્ચે સાસલડી 
સાસલડી ના નાયણા રાતા ચોળ, 
રાતા ચોળ સે 
વગડા ની વચ્ચે વાવડી……..

 

એક રે પારેવડું પીપળાની ડાળે, 
બીજું રે પારેવડું સરોવર પાડે 
રુમઝુમ – રુમઝુમ જોડલી હાલે, 
નેણલા પરોવી ને નેણલા ઢાળે 
સોના જેવો કંથડો ને, 
હું સોના ની વાટકડી 
વાટકડી માં કંકુ રાતા ચોળ, 
રાતા ચોળ સે 
વગડા ની વચ્ચે વાવડી……..

 Kavi :- Avinash Viyas   

 

Vagda Ni Vachche Vavdi Ne  
Vavdi Ne Vachche Dadhamdi  
Dadhmdi Na Pana Rata – Chor  
Rata Chor Chhe  ( 2 )  
Pag Ma Lakkad Chhavdi Ne  
Jariye Paheri Paghaldi  
Paghaldi Nu Taro Rato – Chor  
Rato – Chor Chhe 
Vagda Ni Vachche……  

 

 Oali Kor Peli Kor Morla Bole  
Utar – Dakhan Dungra Dole  
Isha No Vayro Vinzdo Dole  
Aeni Thai Man Maru  
Thayu Chagdode  
Nanu Amthu Khordu Ne  
Khorde Zule Chhabaldi  
Chhabaldi Na Bora Rata Chor  
Rata Chor Chhe   
Vagda Ni Vachche…….   

 

Gam Ne Padar Rumta Ne Zumta  
Nagar Vel Na Revan Se Re  
Tirth Jevo Sasro Maro  
Natkhat Nani Nanad Se Re  
Maiyar Vachche Mavdi Ne  
Sasar Vachche Sasldi  
Sasldi Na Nayna Rata Chor  
Rata Chod Chhe  
Vagda Ni Vachche…….   

 

Ek Re Parevdu Pipda Ni Dade  
Biju Re Parevdu Sarovar Pade  
Romzum – Rumzum Jodli Hale  
Nenla Parovi Ne Nenla Thade  
Sona Jevo Kanthdo Ne  
Hu Sona Ni Vadkdi  
Vatkdi Ma Kanku Rata Chod  
Rata Chod Se  
Vagda Ni Vachche…….  

About the author

Great Gujju

Leave a Comment