Garba Look Geet Gujrati Garba shree krishna garba Tran Tali Garba

મને રૂપા ની ઝાંઝરી ઘડાવ

Gujrati Look Geet, Look Dayro, Look Geet, Gujrati Live Dayro, Dayro
Written by Great Gujju
મને રૂપા ની ઝાંઝરી ઘડાવ, ઓ વાલમ વરણાગી  (2)
એને મીના પાણી થી મઢાવ, ઓ વાલમ વરણાગી  (2) 

 

આભલા ભરેલી મને ઓઢણી આપવી દે  (2)
આભલા ની કોર માં મોરલો ચીતરાવી દે  (2)
હે… મારા કામઠા માં હાટયુ ઘડાવ ઓ, ઓ વાલમ વરણાગી 
મને રૂપા ની ઝાંઝરી…………….. 

 

ઝીણી – ઝીણી પાઘડી ની નથણી ઘડાવી દે  (2)
ગુંથેલા કેશ માં દામણી સજાવી દે  (2)
હે… મારા ડોક ની ગાસડી બાંધવ, ઓ વાલમ વરણાગી 
મને રૂપા ની ઝાંઝરી……………… 

 

રૂપા ઈંઢોણી ત્રાંબા ગરબો કોરવી દે  (2)
ગરબા માં મમતા થી દીવડો પ્રગટાવી દે  (2)
હે… ઢોલ ત્રાંસા ને શરણાઈ વગડાવ, ઓ વાલમ વરણાગી 
મને રૂપા ની ઝાંઝરી……………… 

 

 

About the author

Great Gujju

Leave a Comment