Chalti Garba Garba Look Geet Gujrati Garba Tran Tali Garba

પોળ પછવાડે પરબડી ને વચમાં

Written by Great Gujju
પોળ પછવાડે પરબડી ને વચમાં લીમડા નું ઝાડ 
ઓ રાજવણ ઘૂમટો, ઓઢી ને તમે ક્યાં ગ્યાતાં   (2)
વગડા વચ્યે વેલડી ને વચમાં સરોવર પાડ 
ઓ રાજવણ ઘૂમટો મેલી ને તમે ક્યાં ગ્યાતાં   (2) 

 

ગામને પાદર ડોલી – ડોલી, ઢોલ વગાડે ગગલો ઢોલી 
પાચડા ની આખલડી માં, લહરણીયું છે લાલ,
ઓ રાજવણ ઘૂમટો, મેલી ને તમે ક્યાં ગ્યાતાં, 
પોળ પછવાડે પરબડી……………… 

 

નાકે નથણી, ચારણી, ઝાંઝર, હૈયેં હેમનો હાર 
હાલુ ત્યારે ધરણી ધમકે, આખે રૂપ નો ભાર 
પગ – પગ માં ને મોજડિયું ને, ચાલે હંસ ની ચાલ 
ઓ રાજવણ ઘૂમટો, ઓઢી ને તમે ક્યાં ગ્યાતા 
પોળ પછવાડે પરબડી……………….. 

 

About the author

Great Gujju

Leave a Comment