Gujrati Garba shree krishna garba Tran Tali Garba

મુને એકલી જાણીને કાન છેડી રે

Krishna Garba, Gujrati Garba, Soor Mandir, Rajkot Garba, Surat Garba
Written by Great Gujju
મુને એકલી જાણીને કાન છેડી રે  (2)
પછી કહી દવ, જશોદા ના કાન માં  (2)
મારો મારગડો (2) મેલી ને હાલતો થા  (2)
પછી કહી દવ, જશોદા ના કાંન માં  (2)
મુને એકલી જાણીને………….. 

 

મેળા માં મલવા હાલી, મારી સખી સહિયર ને  (2)
હો… મેળા માં મલી ગયો, પેલો એ તુફાની કાન  (2)
મારો છેલડો ના ઝાલ, તને કહી દવ છું  (2)
પછી કહી દવ, જશોદા ના કાન માં  (2)
મુને એકલી જાણીને…………… 

 

બેઠલું લઈ ને હું તો, સરોવર ગઇતી  (2)
પાછી વળી ને જોયું, બેઠલું ચોરાઈ ગયું  (2)
મારા બેઠલા નો ચોર, તને કેમ લેવો શોધી  (2)
દઈ દે બેઠલું રે, ઓ મારા કાનજી  (2)
મુને એકલી જાણીને…………… 

 

 

About the author

Great Gujju

Leave a Comment