Gujarati Bhajan Ranchhod Rai Bhajan Shree Krishna Bhajan

Oah Dakor Na Thakor   Tara Bandh Darvaja Khol

Jai Ranchhod Rai, Dakor Na Thakor, Dakor, Dwarika Dhish
Written by Great Gujju
ઓ ડાકોર ના ઢાકોર,
તારા બંધ દરવાજા ખોલ  (2)
ઓ રંગીલા રણછોડ, 
તારા બંધ દરવાજા ખોલ 

 

એની શોભાનું નહીં પાર,
એનું મુખડું લાલ ગુલાલ 
તું તો ભક્તો નો તારણ હાર,
તારી મહિમા નો નહિ પાર 
હે… તારી કરુણા અપરંપાર,
તારા બંધ દરવાજા ખોલ 
ઓ ડાકોર ના ઢાકોર………….. 

 

તારા દર્શન કરવા ભક્તો, 
પૂનમે ભાવ થી આવે 
તારો મહિમા ગાતા – ગાતા, 
તારા દર્શને ભક્તો આવે 
ઓ મીઠ્ઠી મોરલી વાળા, 
તારા બંધ દરવાજા ખોલ 
ઓ ડાકોર ના ઢાકોર……………. 

 

બોડાણા નો ભાવ જોઈને, 
તમે દ્વારિકા થી ડાકોર આવ્યા 
રાખી ગંગા તે બાઈ ની લાજ, 
તમે પરચો પૂર્યા અપાર 
તમે દર્શન દેજો આજ, 
તારા બંધ દરવાજા ખોલ 
ઓ ડાકોર ના ઢાકોર……………… 

 

તારું દેરું ગગન માં ગાજે, 
તારા દરવાજે નોબત વાગે 
તારી મુર્તિ મનોહર લાગે, 
દુઃખ જન્મો – જન્મ ના ભાગે 
તારા ભક્તો ની સુણજે પુકાર, 
તારા બંધ દરવાજા ખોલ 
ઓ ડાકોર ના ઢાકોર…….  

 

Oah Dakor Na Thakor  
Tara Bandh Darvaja Khol  ( 2 )  
Oh Rangila Ranchhod  
Tara Bandh Darvaja Khol  /  ( 2 ) 

 

Aeni Shobha Nu Nahi Paar,  
Aenu Mukhdu Lal Gulab.  
Tu To Bhakto No Taran Haar,  
Tari Mahima No Nahi Paar.  
He… Tari Karuna Aprampar,  
Tara Bandh Darvaja Khol.  
Oh… Dakor Na Thakor…….  

 

Tara Darshan Karva Bhakto,  
Puname Bhave Thi Aave.  
Taro Mahima Gata – Gata,  
Tara Darshne Bhakto Aave.  
Oh.. Mitthi Morali Wala,  
Tara Bandh Darvaja Khol.  
Oh… Dakor Na Thakor…….  

 

Bodana No Bhav Joine,  
Tame Dwarika Thi Dakor Aavya.  
Rakhi Ganga Te Bai Ni Laaj,  
Tame Parcha Purya Apaar.  
Tame Darshan Dejo Aaj,  
Tara Bandh Darvaja Khol.  
Oh.. Dakor Na Thakor…….  

 

Taru Deru Gagan Ma Gaje, 
Tara Darvaje Nobat Vage.  
Tari Murti Manohar Lage,  
Dukh Janmo – Janam Na Bhage.  
Tara Bhakto Ni Sunjo Pukar,  
Tara Bandh Darvaja Khol.  
Oh.. Dakor Na Thakor……. 

 

About the author

Great Gujju

Leave a Comment