Gujarati Bhajan Prachin Gujrati Bhajan sant vani Shree Ram Bhajan

હે માનવ વિશ્વાશ કરી લે

Ram Bhajan, Hemant Chauhan, Praful Dave, Kirti Dan Gadvi, Kinjal Dave
Written by Great Gujju

હે માનવ વિશ્વાશ કરી લે, સમય બની સાંભળવું છું
આ દુનિયા માં ઈચ્છા થી, અવતાર ધરી ને  આવું છું  / (2)

 

વિશ્વ ચરાચર ઉપવન મારુ, પાણી હુ પીવડાવું છું (2)
પણ સ્વાર્થ ઘેલા ના દ્રષ્ટિ માં પણ (2) આમ છતાં કિયા હું આવું છું,
હે માનવ વિશ્વાશ કરી……….

 

ભિક્ષુક વેશ ધારું છું ત્યારે, ઘર – ઘર હાથ લંબાવું છું  (2)
માફ કરો એ શબ્દ  સાંભળી  (2) પારા વાર  પછતાવું છું
હે માનવ વિશ્વાશ કરી……..

 

શ્રીમંતો નું સુખ સરાહી, આગણ જોવા આવું છું  (2)
રજા સિવાય અંદર ના આવો (2) વાંચી ને વાહયો હું જાવું છું
હે માનવ વિશ્વાશ કરી………

 

દિન દુઃખિત પર નફરત દેખી, નિત આંસુડે નાહવું છે  (2)
સંતો – ભક્તો  ના  અપમાનો  (2) જોઈ અને  અકળાવું છું
હે માનવ વિશ્વાશ કરી…………

 

ઓળખનારા કિયા છે આજે, દંભી થી દુભાવું છું  (2)
આપ કવિ ની છુપાડીયે હું (2) રામ બની રહી જાવું છું 
હે માનવ વિશ્વાશ કરી…….. 

 

 

 

About the author

Great Gujju

Leave a Comment