Gujarati Bhajan Prachin Gujrati Bhajan sant vani Shree Ram Bhajan

તું રંગાઈ  જાને રંગમાં

Ram Bhajan, Gujrati Look Geet, Dakor, Dwarica Dhish
Written by Great Gujju
તું રંગાઈ  જાને રંગમાં, તું રંગાય જાને રંગમાં 
હો. સીતારામ તણા સત્સંગ માં, હો. રાધેશ્યામ તણા તું રંગ માં / (2)
 
આજે ભજશું કાલે ભજશું, ભજશું સીતારામ કયારે ભજશું રાધેશ્યામ  (2)
શ્વાસ તૂટશે નાડી તૂટશે (2) પ્રાણ નહિ રે તારા અંગ માં 
તું રંગાઈ જાને રંગમાં…………….
 
જીવ જાણતો ઝાઝું જીવશો, મારુ છે આ તમામ, પહેલા અમર કરીલે નામ 
તેડું આવશે જમ નું જયારે (2) જાવું પડશે સંગ માં 
તું રંગાઈ જાને રંગમાં…………..
 
સૌવ જન કહેતા પછી જપીશું પહેલા, મેળવી લો ને દાન, રહેવાના કરીલો કામ (2)
પ્રભુ પડ્યો છે એમ કિયા રસ્તા માં (2) સહુ જન કહેતા સંગ માં 
રંગાઈ જાને રંગમાં…………….
 
ઘડપણ આવશે ત્યારે કરશું, પેલા ઘર ના કામ તમામ, પછી કરશું આતમ રામ (2)
આતમ એક દિન ઉડી જાશે (2) તારું શરીર રહશે પલંગ માં 
રંગાઈ જાને રંગમાં……………
 
બત્રીશ ભાત ના ભોજન જમતા વહેલ કરીલે હામ, એ માં સાંભળશે કિયાથી રામ 
દાન પુણ્ય થી દૂર રહ્યો તું (2) ફોગટ ફરે છે ઘમંડ માં
રંગાઈ જાને રંગમાં…………
 
રંગ રાજ માં કયારે રટાશે, રહી જાશે આમ ને આમ, માટે ઓળખ ને આતમ રામ 
બાબા આદમ હરિ ૐ અખંડ છે, ભજ તું શિવ ને સંગ માં 
રંગાઈ જાને રંગ માં…………….

 

 

About the author

Great Gujju

Leave a Comment