Ganga Sati Bhajan Gujarati Bhajan Prachin Gujrati Bhajan

Sarad Chit Rakhi Ne Nirmad Rahevu  

Ganga Sati Bhajan, Krishna Bhajan, Sant Vani, Live Dayro, Dayro
Written by Great Gujju
સરળ ચિત્ત રાખીને નિર્મળ રહેવું, 
ને આણવું નહીં અંતર માં અભિમાન રે 
પ્રાણી માત્ર માં સમદ્રષ્ટિ રાખવી 
ને અભ્યાસે જીતવો અપાન રે 
સરળ ચિત્ત રાખી……….. 
 
રજ કર્મથી સદા દૂર રહેવું, 
ને કાયમ કરવો અભ્યાસ રે    
પાંચેય પ્રાણને એક ઘરે લાવવા, 
ને શીખવો વચન નો વિશ્વાશ રે 
સરળ ચિત્ત રાખી…………. 
 
ડાબી ઈંગલા ને જમણી પિંગલા, 
ને રાખવું સ્વરભેદ માં દયાન રે 
સૂર્યમાં ખાવું ને ચંદ્રમા જળ પીવું, 
ને કાયમ રહેવું વ્રતમાન રે  
સરળ ચિત્ત રાખી…………. 
 
નાડી શુદ્ધ થયા પછી અભ્યાસ જાગે, 
એમ નક્કી જાણવું નિરધાર રે 
ગંગાસતી એમ રે બોલિયાં રે, 
ખેલ છે અગમ અપાર રે 
સરળ ચિત્ત રાખી…………

Gujrati Bhajan, Ram Bhajan, Gujrati Song, Look Geet

Sarad Chit Rakhi Ne Nirmad Rahevu  
Ne Aagvu Nahi Antar Ma Abhiman Re  
Prani Mat Ma Sam Drasti Rakhvi  
Ne Abhyase Jitvo Apan Re  
Sarad Chit Rakhi……  

 

Raj Karm Thi Sada Door Rahevu  
Ne Kayam Karvo Abhyash Re  
Pacheye Pran Ne Ek Ghere Lavva  
Ne Shikhvo Vachan No Vishvash Re  
Sarad Chit Rakhi……..  

 

Dabi Ingla Ne Jamni Pingda  
Ne Rakhvu Swar Bhed Ma Dhyan Re  
Sury Ma Khavu Ne Chandr Ma Jad Pivu  
Ne Kayam Rahevu Vratman Re  
Sarad Chit Rakhi……….  

 

Nadi Shudh Thaya Pachhi Abhyas Jage  
Ame Nakki Janavu Nirdhan Re  
Ganga Sati Aem Re Boliya Re  
Khel Chhe Agam Apar Re  
Sarad Chit Rakhi………  

About the author

Great Gujju

Leave a Comment