Ganga Sati Bhajan Gujarati Bhajan Prachin Gujrati Bhajan

સરળ ચિત્ત રાખીને નિર્મળ રહેવું

Ganga Sati Bhajan, Krishna Bhajan, Sant Vani, Live Dayro, Dayro
Written by Great Gujju
સરળ ચિત્ત રાખીને નિર્મળ રહેવું, ને આણવું નહીં અંતર માં અભિમાન રે 
પ્રાણી માત્ર માં સમદ્રષ્ટિ રાખવી ને અભ્યાસે જીતવો અપાન રે 
સરળ ચિત્ત રાખી……….. 
 
રજ કર્મથી સદા દૂર રહેવું, ને કાયમ કરવો અભ્યાસ રે    
પાંચેય પ્રાણને એક ઘરે લાવવા, ને શીખવો વચન નો વિશ્વાશ રે 
સરળ ચિત્ત રાખી…………. 
 
ડાબી ઈંગલા ને જમણી પિંગલા, ને રાખવું સ્વરભેદ માં દયાન રે 
સૂર્યમાં ખાવું ને ચંદ્રમા જળ પીવું, ને કાયમ રહેવું વ્રતમાન રે  
સરળ ચિત્ત રાખી…………. 
 
નાડી શુદ્ધ થયા પછી અભ્યાસ જાગે, એમ નક્કી જાણવું નિરધાર રે 
ગંગાસતી એમ રે બોલિયાં રે, ખેલ છે અગમ અપાર રે 
સરળ ચિત્ત રાખી…………

 

About the author

Great Gujju

Leave a Comment