Gujarati Bhajan Prachin Gujrati Bhajan sant vani Shree Ram Bhajan

ભીતર નો ભેરુ મારો આતમો ખોવાયો રે 

Jai Shree Krishna, Shree krishna Bhajan, Praful Dave Bhajan
Written by Great Gujju
ભીતર નો ભેરુ મારો આતમો ખોવાયો રે 
મારગ નો ચીંધ નારો ભોમિયો ખોવાયો ને 
હે.. વાતે વિસામો લેતા જોયો હોય તો કે’જો  /(2) 
 
એના રે વિના મારી કાયા છે પાંગળી 
અને આખ્યું છતાંયે મારી, આખ્યું છે આંઘળી 
મારા રે સરવરિયાનો હંસલો રિસાયો રે 
હે.. સરવર માં તરતા કોઈ એ જોયો હોય તો કે’જો 
 
તનડું રુંધાયું મારુ મનડું રૂંધાયું 
અને કર્મ સંજોગે અધવચ ભજન નંદવાયું 
કપરી આંધીમાં મારો દીવડો ઝડપાયો 
હે.. આખો સળગતો કોઈ એ જોયો હોય તો કે’જો 
 
હે અલખ – અલખ રટતા, અલખ માં રે ભળવું 
અલખ ના નામે જીવવું, અલખ ના નામે મળવું 
રાજા રામ -રામ -રામ , સીતા રામ -રામ-રામ 
રાધેશ્યામ શ્યામ શ્યામ, સીતા રામ રામ રામ 
સીતા -રામ -રામ -રામ, રાધેશ્યામ શ્યામ – શ્યામ 

 

 

About the author

Great Gujju

Leave a Comment