Ganga Sati Bhajan Gujarati Bhajan

Vijdi Ne Chamkare Motide  

Ganga Sati, Ganga Sati Bhajan, Prachin Gujrati Bhajan, Panbai Bhajan
Written by Great Gujju
વીજળી ને ચમકારે મોતીડાં 
પરોવો રે પાનબાઈ 
નહીંતર અચાનક 
અંધારા થાશે જી 
જોત રે જોતા માં દિવસો 
વહી જશે પાનબાઈ 
એકવીશ હજાર છસો ને 
કાળ ખાશે જી   / (2) 

 

જાણ્યા રે જેવી આ તો અજાણ 
છે રે વસ્તુ પાનબાઈ 
અધૂરિયા નેનો કે’વાય જી 
ગુપત રસ નો આ ખેલ છે અટપટો, 
આંટી મેલો તો સમજાય જી  
વીજળી ને ચમકારે………… 
 
મન રે મૂકીને તમે આવો રે 
મેદાનમાં પાનબાઈ 
જાણી લીયો જીવ કેરી જાત જી 
સજાતિ – વિજાતિ ની જુગતિ બતાવું ને, 
બીબે પાડી દઉં બીજી ભાત જી 
વીજળી ને ચમકારે……….. 
 
પિંડ રે બ્રમાંડ થી પર છે ગુરુ પાનબાઈ, 
તેનો રે દેખાડું તમને દેશ જી 
ગંગા રે સતી એમ બોલિયાં રે સંતો, 
ત્યાં નહિ માયાનો જરીયે લેશ જી 
વીજળી ને ચમકારે…………. 

Vijdi Ne Chamkare Motide  
Parovu Re Pan Bai  
Nahitar Achanak  
Andhara Thase Ji  
Jot Re Jota Ma Divso  
Vahi Jashe Pan Bai  
Ekvish Hajar Chhaso Ne  
Kad Khashe Ji  / ( 2 )   

 

Janya Re Jevi Aa To Ajan  
Chhe Re Vastu Pan Bai  
Adhuriya Neno Kevay Ji  
Gupat Ras No Aa 
Khel Chhe Atpato 
Aati Melo To Samjay Ji 
Vijdi Ne Chamkare……..  

 

Man Re Muki Ne Aavo Re 
Medan Ma Pan Bai 
Jani Liyo Jeev Kero Jaat Ji 
Samji – Vijati Ni Jugti Batavu Ne 
Bibe Padi Dau Biji Bhat Ji 
Vijdi Ne Chamkare………  

 

Pinde Re Bramand Thi Par 
Chhe Guru Pan Bai 
Teno Re Dekhadu 
Tamne Desh Ji 
Ganga Re Sati Ame 
Boliya Re Santo  
Tiya Nathi Maya No 
Jariye Leshe Ji 
Vijdi Ne Chamkare…….   

About the author

Great Gujju

Leave a Comment