Ganga Sati Bhajan Gujarati Bhajan

વીજળી ને ચમકારે મોતીડાં પરોવો રે

Ganga Sati, Ganga Sati Bhajan, Prachin Gujrati Bhajan, Panbai Bhajan
Written by Great Gujju
વીજળી ને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઈ 
નહીંતર અચાનક અંધારા થાશે જી 
જોત રે જોતા માં દિવસો વહી જશે પાનબાઈ 
એકવીશ હજાર છસો ને કાળ ખાશે જી   / (2) 

 

જાણ્યા રે જેવી આ તો અજાણ છે રે વસ્તુ પાનબાઈ 
અધૂરિયા નેનો કે’વાય જી 
ગુપત રસ નો આ ખેલ છે અટપટો, આંટી મેલો તો સમજાય જી  
વીજળી ને ચમકારે………… 
 
મન રે મૂકીને તમે આવો રે મેદાનમાં પાનબાઈ 
જાણી લીયો જીવ કેરી જાત જી 
સજાતિ – વિજાતિ ની જુગતિ બતાવું ને, બીબે પાડી દઉં બીજી ભાત જી 
વીજળી ને ચમકારે……….. 
 
પિંડ રે બ્રમાંડ થી પર છે ગુરુ પાનબાઈ, તેનો રે દેખાડું તમને દેશ જી 
ગંગા રે સતી એમ બોલિયાં રે સંતો, ત્યાં નહિ માયાનો જરીયે લેશ જી 
વીજળી ને ચમકારે…………. 

 

 

About the author

Great Gujju

Leave a Comment