Gujarati Bhajan Shree Krishna Bhajan swaminarayan bhajan

તમે ભાવે ભજીલો ભગવાન

Swami Narayan Bhajan, Baps Bhajan, Gujrati Bhajan Lyrics, Gujrati Garba Lyrics
Written by Great Gujju
તમે ભાવે ભજીલો ભગવાન, જીવન થોડું રહ્યું  (2)
કંઈક આત્મા નું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું  / (2)

 

 
એને દીધેલા કોલ તમે ભૂલી ગયા  (2) 
જૂઠી માયા ના મોહ માં ઘેલા થયા  (2)
ચેતો – ચેતો શું ભુલ્યા છો ભાન…….. જીવન થોડું રહ્યું 

 

 
બાળપણ ને યુવાની માં અડધું ગયું  (2) 
નહિ ભક્તિ મારગ માં પગલું ભર્યું  (2) 
હવે બાકી છે એમાં દયો ધ્યાન……… જીવન થોડું રહ્યું 

 

 
પછી ઘડપણ માં ગોવિંદ ભજાશે નહિ  (2) 
લોભ વૈભવ ધન તરશે નહિ  (2) 
બનો આજ થી પ્રભુ માં મસ્તાન…….. જીવન થોડું રહ્યું 

 

 
જરા ચેતી ને ભક્તિનું ભાતું ભરો  (2) 
કંઈક ડર તો પ્રભુજી નો દિલમાં ધરો  (2) 
છીએ થોડા દિવસ ના મહેમાન……… જીવન થોડું રહ્યું 

 

 
બધા આળસ માં દિવસો વીતી જશે  (2) 
પછી ઓચિંતું યમનું તેડું થાશે  (2) 
નહિ ચાલે તમારું તોફાન………….. જીવન થોડું રહ્યું 

 

 
એ જ કહેવું આ દાસ નું દિલ માં ધરો  (2) 
ચિત્ત રાખી ધન શભયામ ને સ્નેહે સમરો (2)
ઝાલો – ઝાલો ભક્તિ નું સુકાન…….. જીવન થોડું રહ્યું 

 

 

About the author

Great Gujju

Leave a Comment