Ek Tali Garba Gujarati Bhajan Gujrati Garba Shree Krishna Bhajan shree krishna garba

ઝૂલણ મોરલી વાગી રે રાજા ના કુંવર

Krishna Bhajan, Krishna Garba, Krishna Look Geet, Karsan Sagathiya
Written by Great Gujju
 
 
ઝૂલણ મોરલી વાગી રે રાજા ના કુંવર  (2) 
હાલો ને જોવા જઇયે, મોરલી વાગી રે, રાજા ના કુંવર 
 
ચડવા તે ઘોડો હંસલો રે, રાજા ના કુંવર  (2)
પીતળિયા પલાણ રે, મોરલી વાગી રે, રાજા ના કુંવર 
 
બાયે બાજુબંધ બેરખા રે, રાજા ના કુંવર  (2)
દસેય આગળીયે વેઢ રે, મોરલી વાગી રે, રાજા ના કુંવર 
 
માથે મેવાડી પાઘડી રે, રાજા ના કુંવર  (2) 
કિનખાબી સુરવાળ રે, મોરલી વાગી રે, રાજા ના કુંવર  
 
પગે રાઠોડી મોજડી રે, રાજા ના કુંવર  (2) 
ચાલે ચટકંતી ચાલ રે, મોરલી વાગી રે, રાજા ના કુંવર
ઝૂલણ મોરલી વાગી રે રાજા ના કુંવર

 

 

 

About the author

Great Gujju

Leave a Comment