Ek Tali Garba Gujarati Bhajan Gujrati Garba Shree Krishna Bhajan shree krishna garba

કાનજી તારી માં કહેશે પણ અમે

Krishna Bhajan, Krishna Ras, Krishna Garba, Gujrati Bhajan, Gujrati Bhajan
Written by Great Gujju

કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું રે 
એટલું કહેતા નહિ માને તો ગોકુળ મેલી દેશું રે  / (2) 
 
માખણ ખાતા નહોતું આવડતું મુખ હતું તારું આઠું રે  (2)
ગોપીઓએ તારું ઘર કેરાણુ જઈ ખૂણામાં પેઠું રે 
કાનજી તારી માં………. 
 
ઝૂલણ પહેરતા નહોતું આવડતું અમે તે’દી પહેરાવતા રે 
ભરવાડો ની ગાળ્યું ખાતા એમ તે દી છોડાવતાં રે 
કાનજી તારી માં………… 
 
કાલા ધેલા તારા માતા – પિતા નો અમને શેના કોડ રે 
કરમ સંજોગે આવી ભરાણા આંગણા જોડાજોડ રે  
કાનજી તારી માં………….. 
 
ઘુંટણિયાં ભેર હાલતો ચાલતો બોલતો કાલુ ધેલું રે 
ભલે મલ્યા મહેતા નરસિંહ ના સ્વામી પ્રેમ ભક્તિ માં રેલું રે 
કાનજી તારી માં………….. 

 

 

 

About the author

Great Gujju

Leave a Comment